Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મોરબીઃ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા ગૃહ મંત્રીને રજુઆત

મોરબી,તા.૩:રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય ના હોય રાજયના ગૃહમંત્રીને પત્ર લખી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે અને નાગરિકોની સલામતી માટેના આવશ્યક પગલા ભરાય તેવી રજૂઆત કરાઈ છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજયના ગૃહમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે હાલ રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે દરરોજ કયાંક ને કયાંક દુષ્કર્મના બનાવો બને છે રાજકોટમાં બાળા સાથે દુષ્કર્મનો કિસ્સો ધ્રુણાસ્પદ છે અને આવી દ્યટનાઓથી રાજયમાં કાયદો અને વ્યવસ્થા જ ના હોય તેવું લાગી રહ્યું છે તે ઉપરાંત હત્યા જેવા બનાવો બની રહ્યા છે

મોરબી શહેર શાંત અને સંસ્કારી શહેર ગણાતું હતું જયાં હવે હત્યાના કિસ્સા સામાન્ય બન્યા છે તેમજ દારૂનો જથ્થો અવારનવાર ઝડપાય છે તો પોલીસ તંત્રની સ્થિતિ પણ સારી નથી પોલીસ સ્ટાફમાં મોટી દ્યટ છે તેમજ નેતાઓના બંદોબસ્તમાં પોલીસ રોકાયેલી રહે છે મોરબીમાં સિરામિક ફેકટરીમાં અન્ય રાજયોના કામદારો મોટી સંખ્યામાં આવીને વસ્યા છે જે લોકોની ઓળખ, રજીસ્ટ્રેશન માટે કોઈ નિયમ કે વ્યવસ્થા નથી જેથી સૌપ્રથમ પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને નવા ઓફિસરની તાત્કાલિક નિમણુક કરાય જેથી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે પોલીસ સારી કામગીરી કરી સકે અને વધતી ગુન્હાખોરીને ડામી નાગરિકોને સલામતીનો અહેસાસ કરાવી સકાય.તેમ રજુઆત માં જણાવાયું છે.

નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ

ડી સી મહેતા ડિસ્પેન્સરી ખાતે તા. ૦૭ ને શનિવારે બપોરે ૪ થી ૭ કલાકે અને તા. ૦૮ ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાકે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંદ્યવી દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા દર્દીઓએ મેડીકલ ઓફિસર ડો. હિરેન ચૌહાણ પાસે અગાઉ નામ નોંધાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે

(11:46 am IST)
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે 'નિર્બલા' શબ્દનો ઉપયોગ કરવા પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની માફી માંગ પર આજે પણ બીજેપીના સભ્યો અડગ રહ્યાઃ આજે પણ સંસદમાં ધમાલઃ કોંગ્રેસનું વોકઆઉટ access_time 4:08 pm IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST