Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

માણાવદરમાં મગફળી ખરીદી માટે વધારાના બે યુનિટ ફાળવો

તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ લાડાણી દ્વારા રજુઆત

જુનાગઢ તા. ૩ : સરકારી આંકડા મુજબ જુનાગઢ જિલ્લામાં કુલ ર,૩૪,પ૯૪ હેકટરમાં મગફળીનું વાવેતર થયેલ છે. તેમાં મગફળીનું જુનાગઢ જિલ્લાનું હેકટરે ઉત્પાદન ૪,૮ર,પ૬૦ મેટ્રિક ટન થશે. જેના રપ% મુજબ મગફળી ખરીદાનો જથ્થો ૧,ર૦,ર૬૦ મેટ્રિક ટન જુનાગઢ જિલ્લાનું થશે.

જયારે માણાવદર તાલુકામાં ર૯૮૦ર હેકટરમાં મગફળીનું વાવેતર થયેલ છ.ે તેમાં માણાવદર તાલુકામાં મગફળીનું ઉત્પાદન ૬૧૩૦ર મેટ્રિક ટન થશે. તેના રપ% મુજબ ૧પ૩ર૬ મેટ્રીક ટન ઉત્પાદન થાય. જેથી ૧પ૩ર૬ મેટ્રીક ટનની ખરીદી સરકાર કરશે .એટલે કે ૭,૬૬,૩૦૦ મણ મગફળી ખરીદી કરશે. જે એક ખાતા દીઠ ૧રપ મણ મગફળી ખરીદશે જેથી ૬૧૩૧ ખેડુતોનો વારો આવશે.

પરંતુ માણાવદર તાલુકામાં ૧રર૩૬ ખેડુતોએ ઓનલાઇન અરજી કરેલ છે જે સરકારના ટાર્ગેટથી ડબલ એટલે કે ૬૦૮૬ અરજી વધારે આવેલ છે તો સરકાર માણાવદર તાલુકાના ૧રર૩૬ ખેડુતોની મગફળી ખરીદશે કે ૬૧૩૧ ખેડુતોની જ મગફળી ખરીદશે?

હાલ દરરોજ ૬૦ ખેડુતોની મગફળીની ખરીદ કરવામાં આવે છે તો ૬૧૩ ખેડુતોની જ ખરીદી કરે તો ૧૦ર દિવસે પુરી થાય અને જો સરકાર ૧રર૩૬ ખેડુતોની મગફળી ખરીદે તો ર૦૪ દિવસ એટલે કે સાતેક મહિના જેટલો સમય લાગે એટલે કે જુન મહિના સુધી ખરીદી ચાલુ રહે.

માણાવદરમાં મગફળી ખરીદવી હોય તો હજુ વધારાના બે યુનિટ માણાવદરમાં ચાલુક રવા લેખિત રજુઆત મૂખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણીએ કરેલ છ.ે

(11:46 am IST)