Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ધોરાજી ખાતે ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ૨૪૪ મોં ઉર્ષ ઉજવાયો

 ધોરાજી,તા.૩: દુખીયાઓના સહારા ગરીબોના બેલી અને બહારપુરા સફૂરા નદીના કિનારે આવેલ હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ૨૪૪મોં ઉર્ષ એ ખાસ ઉજવાયો હતો જેમાં તા ૨ના સાંજે ખાદીમ સૈયદ હુસેનમિયા ગફારમિયાની ઉપસ્થિતિમાં મગરીની નમાજ બાદ હાજી અન્વરશાહ હાજીઈબ્રાહીમશાહ રફાઈ દ્વારા નિયાઝ શરીફનો કાર્યક્રમ રાત્રે દરગાહ શરીફ ના ખાદીમ દ્વારા મેહફીલ એ મિલાદ અને સૈયદ્દ મેહમુદમિયાં મોહંમદ હુસેન મિયાંનું વાયજ શરીફ રાખવામાં આવેલ હતું.

દરગાહ શરીફના ખાદીમ સૈયદ યાકુબમિયાં ગુલામમહયોદ્દિન રઝાકમિયા હબીબમિયાં અને મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી અન્વરશાહ રફાઈ દરેક સમિતિના કાર્યકરો યાસીનભાઈ ઝુડા હનીફભાઇ દાણાવાળા ઈમ્તિયાઝભાઈ ખોખરા રિયાઝભાઈ દાદાણી અનવરભાઈ ઇંગારીયા સહિતના મોહંમદ કાસીમ ગરાના શરીફ લુલાણીયા વગેરે એ પણ દરગાહ શરીફ ખાતે શીશ જુકાવી ધન્યતા અનુભવી હતી અને રાત્રે ૧૦ કલાકે રફાઈ ગ્રુપ દ્વારા ખ્વાજા સાહેબ ના દરગાહ શરીફ પટાંગણમાં તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મુફ્તી ગુલામ ગોષ અલ્વીયુલ હાસ્મી ઉપસ્થિત રહ્યા હતા અને સુન્ની સંપ્રદાય ના આંતરાષ્ટ્રીય વકતા ખલીફાએ હુજુર બુરહાને મિલ્લત મોલાના ઉબેદુલ્લાહ ખાન આઝમી પૂર્વ સાંસદે અંદાજ માં બયાન કરેલ હતું અને સમાજ સુધારણા માટે આહવાન કરેલ હતું અને જણાવેલ હતું કે આપણે શિક્ષણ લેવા સાત સમન્દર પાર જવું પડે તો પણ શિક્ષણ માટે જવું વધુ માં વ્યસન મુકિત પર પણ ભાર મુકેલ હતો

આ તકે સૌરાષ્ટ્રં ભર માંથી મુસ્લિમો ઉમટી પડ્યા હતા અને (અનુબાપુ) અનવરશાહ રફાઈનું મોલાના ઉબૈદુલ્લાહ ખાન દ્વારા અને હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી દ્વારા સાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું સંચાલન હાફિજ મુદ્દસીર યારે અલ્વી એ કરેલ હતું આ તકે સૈયદ હાજી ઈકબાલબાપુ કાદરી સૈયદ આસિફ બાપુ કાદરી અને સિકંદર બાપુ રફાઈ અહેમદ શાહ હાજી અન્વરશાહ રફાઈ જબ્બારભાઈ નાલબન્ધ ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)