Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ધોરાજી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો અભિવાદનઃ

 ધોરાજીઃઅંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત અને પોઠિયાવાલા મેમણ જમાત ના સયુંકત ઉપક્રમે સમસ્ત મુસ્લિમ વિદ્યાર્થીઓ ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ મુસ્લિમ મિડલ સ્કૂલ ખાતે ભવ્યતાભેર ઉજવાયો હતો. સમારોહમાં ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશનના ચેરમેન ઇકબાલભાઈ ઓફિસર,સાંસદ રમેશભાઈ ધડુક,ઈમ્તિયાઝભાઈ (મુંબઇ),તુફેલભાઈ નુરાની,  અફરોઝભાઈ લકકડકુટા,પ્રો. સજાદ મેમણ, ફેયાઝ બસમત વાલા, મકબુલભાઈ ગરણા,અનવરશા રફાઈ,અમીનભાઈ નવિવાલા બાશીત ભાઈ પાન વાલા,સહિત રાજકીય સામાજિક મહાનુભાવો ઉપસ્થિત હતા. જેમાં ૫૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો અપાયા હતા. આ ઉપરાંત  વિવિધ સેવાકીય સંસ્થામાં હોદ્દેદારએડવોકેટ અમીનભાઈ નવિવાલાને લાઈફ ટાઈમ અચિવ મેન્ટ એવોર્ડ તેમજ ઇકબાલભાઈ ઓફિસરનું વિશેષ શિલ્ડ દ્વારા તેમજ ધોરાજી મેમાન મોટી જમાતના પ્રેસિડેન્ટ હાજી અફરોજ લક્કડકુટા વિગેરેનું અભિવાદન કરાયું હતું.

(11:43 am IST)