Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પોરબંદરમાં વધુ એક અસ્માવતી ઘાટ રીવર ફ્રન્ટ સાકાર કરતા પહેલા ડ્રેજીંગ અને બંદર વિકાસના પ્રશ્નો ઉકેલો

પોરબંદર તા. ૩: બારમાસી બંદરની વિકાસ ગાથા ૧૦૩૦ એક હજાર ત્રીસ વરસ જુની છે. સને ૧૯૭૮ થી પોરબંદરની વિધાનસભા અને સંસદ બેઠક પર ચુંટાઇ આવતા પ્રતિનિધીઓ બંદરના વિકાસની વાતો આગળ ધરી માચ્છીમારો સાગર ખેડૂનું મોટે પાયે પરોક્ષ અગર અવરોધી શોષણ કરી રહેલ છે.પ્રથમ વખત વર્તમાન ધારાસભ્ય પદે બાબુભાઇ બોખીરીયા ચુંટાણા ત્યારે પોરબંદરનો વિકાસ તેમજ બંદરનો વિકાસની અપેક્ષા બંધાય હતી. પરંતુ કેટલાક વહીવટી પ્રશાશનમાં અવળી રજુઆત કરી આ કામગીરી અટકાવેલ છે. એ રીતે સ્વીમીંગ પુલનો પ્રશ્ન અરબી સમુદ્રમાં બોટ-હોડી મારફત સેલગાહનો પ્રશ્ન ટલ્લે ચડેલ છે.

સને ૧૯૮૩ તા. રર જુનના અતિવૃષ્ટિ થતાં અસ્માવતી નદી પાસે ખાડીમાં ઉપરવાસમાંથી નદીઓમાં પૂર આવતાં આ પુરના પાણી પોરબંદરની ખાડીમાં ધસમસતા આવતાં હાલ અસ્માવતી બારામાં થઇ અરબી સમુદ્રમાં પૂરજોશથતી જતાં અને અસ્માવતી બારૃં બંધાયેલ હતું પાકું બાંધકામ હતું અસ્માવતી ઘાટથી ઓળખ હતી જે પુનઃ બાંધવા માટે સને ૧૯૮૬માં જે તે સમયના બંદરીય મંત્રીશ્રીએ અરબી સમુદ્ર સંગમ સ્થાન અસ્માવતી ઘાટે જી.એમ.બી.ના અધિકારીશ્રીઓ તેમજ સાગર ખેડૂઓની હાજરીમાં કરેલ તે મુજબ અને જાહેરાત મુજબ જી.એમ.બી. પોરબંદરને ગ્રાન્ટ પણ મોકલવામાં આવેલી. આજ દિન સુધી અસ્માવતી ઘાટ બંધાયેલ નથી. પરિણામે અરબી સમુદ્રની ભરતી સમયે ભરતીના પાણી સાથે અરબી સમુદ્રમાંથી રેતી ભરતી સમયે ભેગી તણાયને આવે છે. જેના કારણે અસ્માવતી બારામાં રેતીનો ભરાવો થતાં બારૃં બુરાય રહેલ છે.

અસ્માવતી ઘાટની જગ્યાએ રીવર ફ્રન્ટ બનાવવાની જાહેરાત જીલ્લા કલેકટરશ્રીના માધ્યમથી કરવામાં આવી. અને રૂ. ૪પ-પીસ્તાલીસ કરોડનો ખર્ચ પણ અંદાજીત દર્શાવેલ છે અને કાર્યગતિમાં મુકેલ છે. રીવર ફ્રન્ટ અસ્માવતી ઘાટ પાસે નહીં પરંતુ ચોપાટી વિલા સરકીટ હાઉસ હજુર પેલેસનો પાછળનો નવી ચોપાટીના સમુદ્ર કિનારે સાકાર થઇ શકે તે માટે જી.એમ.બી. પોરબંદર રીવર ફ્રન્ટ ઉપરાંત સ્વીમીંગ પુલનો નકશો ડ્રાફટ તૈયાર કરેલ તે ગાંધીનગર જી.એમ.બી. દ્વારા સર્વે થયેલ મંજુરીની મહોર લાગી ગયેલ. પરંતુ કામગીરી શરૂ થાય તે પહેલાં રૂકાવટ દુર થાય તે જરૂરી છે.

(11:18 am IST)
  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • ભારતીય રેલવેની મુસાફરોને ભેટ : હવે ટ્રેનના જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન મળશે : સીટ નંબર સાથે યાત્રીનો ફોટો વ્હોટ્સ એપ ઉપર આવી જશે : જગ્યા માટે થતા ઝગડા બંધ થઇ જશે :" પાસ ફોર અનરિઝર્વ્ડ બોર્ડ (PURB) " નામક યોજના પ્રાયોગિક ધોરણે શરૂ : ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે access_time 12:29 pm IST

  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST