Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પોરબંદરમાં ટ્રકમાં ૧૬ હજારનો દારૂ લઈ જતો યુવાન ઝડપાયો

પોરબંદર, તા. ૩ : અહિં ટ્રકમાં ૧૬ હજારનો દારૂ લઈ જતા શૈલેષ પરમારને એલસીબી પોલીસે પકડી પાડ્યો હતો.

દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવા માટે ડી.જી.પી.શ્રી ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી.ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની ખાસ સુચના અન્વયે  એલસીબી પીએસઆઈ એચ.એન.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ (૧) એલ.સી.બી.સ્ટાફ પોરબંદર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એએસઆઈ રમેશભાઇ જાદવ તથા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ દયાતરને મળેલ ચોક્કસ હકિકત આધારે વિવેકાનંદ સ્કુલ સામે આરોપી નં. (૧) શૈલેષ અરજનભાઇ પરમાર, ઉ.વ.૩૮, રહે. છાંયા વૈશાલીનગર, પોરબંદરવાળાએ પોતાની મહીન્દ્રા કંપનીનો નેવીસ્ટાર એમએન૩૧ ટ્રક જેના રજી.નં.જીજે-૨૫-ટી-૫૮૧૨માં ગે.કા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લુ ઓથેન્ટીકેટ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૧ તથા ઇંગ્લીશ દારૂ ૩૭૫ એમ.એલ.ની કંપની શીલ પેક બોટલો નંગ-૩૨ મળી કુલ કી.રૂ.૧૬૫૩૫/-નો તથા ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫,૧૮,૦૮૦/- મુદ્દામાલ સાથે પકડાઈ જાય અને સદર દારૂ નહી પકડાયેલ આરોપી નં.-(૨) અશ્રનિ મજેઠીયા રહે. ઉના વાળાએ વેચાણ આપેલ હોય જેથી તેઓની વિરૂધ્ધ કમલાબાગ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ.

વરલી જુગાર રમતા ઝડપાયો

એલ.સી.બી.સ્ટાફ રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ  કોન્સ્ટેબલ બટુકભાઇ વિઝુંડા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા ને મળેલ ચોક્કસ હકિકત આધારે રાણાવાવ વાગડીયાવાસના નાકેથી આરોપી (૧) સુનિલ ઉર્ફે ભલો ભીખુભાઇ વિરમગામા ઉ.વ.૨૩ રહે.વાગડીયાવાસ રાણાવાવ જી.પોરબંદર વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમાડી વરલી મટકાના આકડા લખેલ ચિઠી નંગ-૨ તથા બોલપેન તથા રોકડ રૂ.૩૨૦૦ મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

આ સમગ્ર કામગીરીમા એલસીબી સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, રણજીતભાઇ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, રવિન્દ્રભાઇ ચાઉ, દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

(11:18 am IST)