Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જામનગર ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા ૩૧ સુધીમાં અરજી કરવી

જામનગર, તા. ૩:રાજયમાં ખરીફ ઋતુમાં તારીખ ૧૫ ઓકટોબર થી ૨૦ નવેમ્બર દરમિયાન વાવાઝોડું, કમોસમી વરસાદ તેમજ કરા પડવાના કારણે ખેડૂતોને પાક કાંપણી, લણણી અને સંગ્રહના તબક્કે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે જે ધ્યાને આવતા સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ ખેડૂતોના લાભાર્થે જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના ખેડૂતોએ આ પેકેજનો લાભ મેળવવા દરેક ખેડૂત ખાતેદારે શ્નડીજીટલ ગુજરાત પોર્ટલલૃપર ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ મારફત અરજી કરવાની રહેશે અને નિયત નમુનામાં અરજીપત્રક, ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટની વિગત, સંયુકત ખાતાનું સંમતિ પત્ર અથવા કબૂલાતનામું વગેરે સાધનિક કાગળો સાથે તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં તલાટી/ગ્રામ સેવકને અરજી મોકલી આપવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:17 am IST)