Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હળવદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા ધરણા કરી આવેદનપત્ર પાઠવ્યું

હળવદ,તા.૩: તાલુકામાં પ્રાથમિક શિક્ષકો ના વિવિધ પડતર માંગણીઓને લઈ મામલતદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાભરના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથેજ મામલતદારને આવેદનપત્રઙ્ગ પણ દેવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના તાત્કાલિક સૂકવવા મા આપવામાં આવે,છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી તારીખ ૧/૧/૨૦૧૬ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુકરવામાં આવે, દેશના બધા રાજયોમાં ફિકસ પગારી શિક્ષકો,પેટા ટીચર્સ, શિક્ષક સહાયક,વિદ્યા સહાયક,અથવા નીયોજીચ શિક્ષકો અથવા ન્યુઝ શિક્ષકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એકસરખુ વેતન આપવામાં આવે,શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શીક્ષક કોર્સ પહેલા પુર -આયોજન થાય તેમ કરવું તેમજ ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખ થી આપવા બાબત થતા તા.૩૦/૬/૨૦૧૬ પછી મુદત વધારવા બાબત, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૪૨૦૦ગ્રેડ પે ચાલુ કરવા માં આવે જે માંગો ની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવે અને જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે તથા અન્ય પ્રશ્નો પણ ઝડપથી ઉકેલ કરવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવ્યુ હતું 

આ તકે હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ દ્યનશ્યામભાઈ દેથરીયા, ચતુરભાઈ પાટડીયા સહિતના શિક્ષકો દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા.

(11:13 am IST)