Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જામકંડોરણા તાલુકાના શિક્ષકોના ધરણા-આવેદનપત્ર

જામકંડોરણા તા.૩: તાલુકા શિક્ષક સંઘ દ્વારા તેઓના પડતર પ્રશ્નોના નિકાલ બાબતે આજે મામલતદાર કચેરી ખાતે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ યોજી જામકંડોરણા મામલતદારને તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને તેમની માંગ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમા અખિલ ભારતીય પ્રાથમિક સંધના પાંચ પ્રશ્નો જુની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠા પગાર પંચની વિસંગતતાઓ દુર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરવી, દેશના બધા રાજયોના શિક્ષકોને એકસરખુ વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતીમાં શિક્ષકને હાનીકર્તા બાબતો દુર કરવી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરિક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન કરવું તેમજ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રશ્નો ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી.પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા, એચ.ટેટ આચાર્યના મહેકમમાં બાળકોનો રેશીયો સુધારવો, પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં પુનઃવિચારણા કરવી, આર.ટી.ઇ. ૨૦૦૯ મુજબ બી.એલ.ઓ.ની કામગીરીમાંથી પ્રાથમિક શિક્ષકોને સંપૂર્ણ મુકિત આપવાની માંગ કરવામાં આવેલ છે. આ ઘરણાના કાર્યક્રમમમાં જામકંડોરણા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઇ બોરખતરીયા, મહામંત્રી સંજયભાઇ સુતરીયા, ઉપપ્રમુખ વિજયભાઇ રાણપરીયા સહિતના તમામ હોદેદારો તેમજ તાલુકા ભરના શિક્ષક ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી.

(11:11 am IST)
  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST