Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મોરબીમાં એઇડ્સ દિનની ઉજવણી

 મોરબીઃ વિશ્વ એઇડસ દિવસ નિમિતે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જન જાગૃતિથી નવજીવન વિષય પર વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી જે સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં પ્રથમ ક્રમે વી સી હાઈસ્કૂલના વિદ્યાર્થી ભલગામી હીનાબેન, દ્વિતીય ક્રમે ભકિતબેન અને તૃતીય ક્રમે માનસી વિજેતા બન્યા હતા જેને વિદ્યાર્થીને યોગ્ય પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ તમામ વિદ્યાર્થીઓને એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા બદલ આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ અભિનંદન પાઠવ્યા છે. સ્પર્ધા યોજાઇ  તે તસ્વીર.

(11:07 am IST)