Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જામનગરમાં માનસિક અસ્થિર સત્યવતીને પરિવાર સાથે પુનઃ ભેટો કરાવતી જામનગરની સખી વન સ્ટોપની ટીમ

જામનગર, તા. ૩: મહિલાઓ સાથે કોઈપણ હિંસાના કિસ્સામાં તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી વિવિધ સેવાઓ તાત્કાલિક અને એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશના દરેક રાજયમાં વન સ્ટોપ સેન્ટર સખી યોજના કાર્યરત કરાઇ છે જે અંતર્ગત જામનગરમાં પણ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મેન્ટલ કવાર્ટર રામેશ્વર નગર મેઇન રોડ પર સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સમયાંતરે અનેક સ્ત્રીઓને દરેક પ્રકારની મદદ કરવામાં આવે છે. ત્યારે હાલમાં સખી વન સ્ટોપ સેન્ટર આંધ્રપ્રદેશની સત્યવતી માટે સખીરૂપ બની જાણે આવ્યું હતું. ૭ નવેમ્બરના રોજ હાપા રેલવે સ્ટેશન પાર્કમાં ૨૩ વર્ષીય આંધ્રપ્રદેશની પોતાનું નામ લક્ષ્મી પેઇડરાજ જણાવતી એક સ્ત્રી મળી આવેલ હતી. માત્ર તેલુગુ ભાષા જાણતી આ લક્ષ્મીને રેલવે પોલીસે યોગ્ય કાર્યવાહી માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ લઇ અને સખી વન સ્ટોપ સેન્ટર જામનગર ખાતે આશ્રય માટે પહોંચાડી હતી.

 જામનગરના સખી સેન્ટર ખાતે યોગ્ય આશ્રય અને વાતાવરણ પૂરું પાડ્યા બાદ લક્ષ્મી નું કાઉન્સેલિંગ કરાયું તે દરમિયાન તેની પાસેથી હૈદરાબાદનું આઇડી કાર્ડ મળી આવેલ હતું તેના પર ફોન કરતા તેનું નામ લક્ષ્મી નહીં પરંતુ સત્યવતી જમ્મું છે અને તે આંધ્રપ્રદેશના વિજયનગરના કુમરામ ગામની રહેવાસી છે તે જણાયું હતું. સત્યવતી માનસિક અસ્થિર હોવાનું તેના પરિવારના સભ્યોને કે કોઈને પણ જાણ કર્યા વગર તેની માનસિક સ્થિતિના કારણે ટ્રેન મારફતે જામનગર આવી પહોંચી હતી તેવી માહિતી મળી હતી. ત્યારબાદ ઇન્ટરનેટના માધ્યમથી આંધ્રપ્રદેશના ગરીવીડી મંડળ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી કુમરામ ગામના સરપંચ સાથે વાતચીત કરી સત્યવતીના પરિવાર સાથે સંપર્ક કરતાં જણાયું હતું કે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને પરિવારમાં ફકત તેમની માતા એક જ હોવાથી સત્યવતીને જામનગર લેવા આવી શકે તેમ નથી ત્યારે સત્યવતીને તેના પરિવાર સાથે પુનઃ ભેંટો કરાવવાની નેમ જામનગરના સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથિયા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારશ્રી ચંદ્રેશભાઈ ભાંભીએ લીધી હતી. કલેકટરશ્રી રવિશંકરને સમગ્ર વાતની જાણ કરી અને કલેકટરશ્રીએ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી તથા પોલીસ સ્ટાફ સાથે સત્યવતીને આંધ્ર પ્રદેશ તેના દ્યર સુધી મૂકવા જવા મંજુરી આપી. આ દરમિયાન સત્યવતીને પાંચ દિવસ સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય આપવામાં આવ્યો હતો ત્યારબાદ ગાઇડલાઇન બહાર હોવાથી તેને ૧૩ નવેમ્બરથી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત પ્રિવેન્ટિવ એન્ડ રેસ્કયુ હોમમાં આશ્રય આપવામાં આવ્યો જયાં સતત તેના પરિવાર સાથે સંપર્કમાં રહી તેને દ્યરે પહોચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન કેન્દ્ર સંચાલકશ્રી હેતલબેન અમેથિયા સતત તેમની માતાના સંપર્કમાં રહીને સત્યવતીની વાતચીત પણ કરાવતા રહ્યા અને તેમને પ્રોત્સાહન અને હિંમત આપતા રહ્યા.

આખરે ૨૭ નવેમ્બરના રોજ સત્યવતીનું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંદ્યલ અને મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇશ્રી વસાવા તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી જેહમતનુંઙ્ગ સફળ પરિણામ મળ્યું હતું, જેમાં ૨૯ નવેમ્બરના રોજ સખી વન સ્ટોપ સેન્ટરના કેસ-વર્કર ડિમ્પલબેન પાથર, એ.એસ.આઇ તારાબેન ચૌહાણ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન રાઠોડ સર્વે સત્યવતીને લઈ આંધ્ર-  પ્રદેશના ગરીવીડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જયાં ગરીવીડી પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી કૃષ્ણ પ્રસાદના સહકારથી સત્યવતી જમ્મુનું તેના પરિવાર સાથે પુનઃમિલન થયું હતું. અહીં પહોંચતા જ સત્યવતીના માતાએ સખી વન સ્ટોપ સેન્ટર અને જામનગરના વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આંધ્રપ્રદેશની સત્યવતીનું તેના પરિવાર સાથે પુનઃસ્થાપન અને પુનઃમિલન કરાવી જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક સેવા કાર્ય સંપન્ન કરાયું હતું.

સંકલન- દિવ્યાબેન ત્રિવેદી

માહિતી મદદનીશ

ફોટોઃ માહિતી બ્યુરો, જામનગર

(11:05 am IST)
  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું :જગતના તાતની હાલત કફોડી બની access_time 11:23 pm IST

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે 'નિર્બલા' શબ્દનો ઉપયોગ કરવા પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની માફી માંગ પર આજે પણ બીજેપીના સભ્યો અડગ રહ્યાઃ આજે પણ સંસદમાં ધમાલઃ કોંગ્રેસનું વોકઆઉટ access_time 4:08 pm IST