Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પાટણઃ નિવાસી અધિક કલેકટર બી.જી. પ્રજાપતિનો વિદાય સન્‍માન સમારંભ યોજાયો

પાટણ તા. ૩ : જિલ્લા કલેકટર કચેરીમાં નિવાસી અધિક કલેકટર બી.જી. પ્રજાપતિ ફરજ બજાવતા તેમને રાજકોટખાતે ડેપ્‍યુટી મ્‍યુનીસીપલ કમીશ્નરની જગ્‍યા ઉપર બદલી સાથે બઢતી મળતા તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ જિલ્લા કલેકટર આનંદ પટેલની ઉપસ્‍થિતીમાં યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ ઉપસ્‍થિત રહ્યા હતા.

જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્‍યું હતું કે, પાટણ કચેરી ખાતે ત્રણ વર્ષથી નિવાસી અધિક કલેટરની જગ્‍યા ઉપર ફરજ બજાવતા હતા તેમના સમયગાળામાં કરેલ કામગીરી પ્રશન્‍સનીય છ.ે સારા વ્‍યકિતત્‍વ તરીકે ચાહના મેળવેલ છ.ે

વિદાય લઇ રહેલા બી.જી.પ્રજાપતિને શ્રીફળ, સાકર, શાલ અને મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જિલ્લામાંથી પ્રાન્‍ત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, વહીવટી તંત્ર, ઓફીસર કલબ તેમજ અન્‍ય કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શાલ અને મોમેન્‍ટો આપી સન્‍માન કર્યું હતું.

સાથે પ્રાન્‍ત કચેરી રાધનપુરા ખાતે ચૂંટણી પહેલા ફરજ બજાવતાં પ્રાન્‍ત અધિકારી એસ.ડી.ગીલવાની બદલી પાલનપુર ખાતે થતા તેમનું પણ જિલ્લા કલેકટર તેમજ અધિકારીઓ દ્વારા શ્રીફળ, સાકર, શાલ અને મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખે જણાવ્‍યું હતું કે, નિવાસી અધિક કલેકટર જિલ્લા પંચાયત અને વહીવટી તંત્રના વચ્‍ચે કડીરૂપ બની રહે છે. તેમની કામગીરી કરવાની લાગણી સાથે હાસ્‍યના હિલોરા રેલાવતા હોય છે. દરેક કર્મચારી સાથે કામ લેવાની આવડત હતી. ત્રણ વર્ષમાં શ્રેષ્‍ઠ કામગીરી નિભાવી છ.ે

ડી.આર.ડી.નિયામક મુકેશ પરમાર, પ્રાન્‍ત અધિકારી સ્‍વીપ્રીલ ખેરએ પણ તેમની રીષ્‍ઠ કામગીરીની સરાહના કરી હતી.

(11:02 am IST)