Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જુનાગઢમાં કોળી સમાજનો વેવિશાળ પરિચય સમારોહને મળેલ સફળતા

અમરેલી  તા. ૩ :.. જુનાગઢ ખાતે કોળી શકિત યુવક મંડળ દ્વારા સમસ્ત કોળી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓનો વેવિશાળ પરિચય  ભુપતભાઇ એમ. ડાભી ગોંડલ પ્રમુખ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગરના પ્રમુખ સ્થાને યોજાઇ ગયેલ.

આ સમારંભનું  ઉદઘાટન શ્રી જી. પી. કાઠી જુનાગઢ સોમાભાઇ ભાલીયા, મનુભાઇ મકવાણા, સવજીભાઇ ઝીંઝુવાડીયા જામનગરના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવેલ આ વેવિશાળ મેળામાં ૭૧૮ યુવક - યુવતીઓએ ભાગ લઇ સફળ બનાવેલ.

મેળાને સફળ બનાવવા મંડળના પ્રમુખ રમેશભાઇ ગોહીલ, પરસોતમભાઇ એન. મકવાણા, સવજીભાઇ ડી. ડાભી, ભીખુભાઇ પી. મકવાણાએ  જહેમત ઉઠાવેલ હતી.

(10:35 am IST)