Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

અમરેલીમાં ૮મી ડીસેમ્બરે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સ્વ

અમરેલી તા. ૩ :.. અહીંના સુમન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા આગામી તા. ૮ ડીસેમ્બરના રોજ સર્વ જ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરેલ છે.

આ ર૮ માં સર્વજ્ઞાતિ સમુહ લગ્ન સમારંભનાં પ્રમુખશ્રી પરેશભાઇ ધાનાણી વિરોધ પક્ષ નેતા ઉદઘાટનમાં શ્રી વસંતભાઇ મોવલીયા  ટ્રસ્ટી ખોડલધામ સમતિ અમરેલી, શ્રી જયંતીભાઇ રાણવા પ્રમુખ અમરેલી નગરપાલીકા,  ડી. કે. રૈયાણી પ્રમુખ  પટેલ સમાજ,જીતુભાઇ ડેર પ્રમુખ આહિર સમાજ,  જે. પી.  સોજીત્રા શિક્ષણ સમિતિ, મનુભાઇ ચાવડા ગુજરાત જનચેતના પાર્ટી, હાજી યુનુસભાઇ દેરડીવાળા પ્રમુખ, મેમણ સમાજ એ. ડી. બારડ, માજી સરપંચના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવશે.

આ સમુહ લગ્ન ને સફળ બનાવવા મંડળ પ્રમુખ રમેશભાઇ ગોહીલ, પરસોતમભાઇ એન. મકવાણા, સવજીભાઇ ડાભી, ભીખુભાઇ પી. મકવાણા, મનીષભાઇ એ. અગ્રાવત, ખુશાલભાઇ બી. મકવાણા, રમેશભાઇ માગરોલીયા, રમેશભાઇ આર. ડાભી જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:35 am IST)
  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST

  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST