Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઘરફોડ ચોરીના ગુન્હામાં સાત વર્ષથી વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે દિનાને ઝડપી લેતી ભાવનગર એસ,ઓ.જી

 ભાવનગર :ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા સાતેક વર્ષથી વોન્ટેડ આરોપી મૂળ મોણપુર ચિત્તલનો વિજય ઉર્ફે દીનોને ભાવનગર એસઓજીએ ઝડપી પાડ્યો છે ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફએ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ ને સંયુક્ત મળેલ બાતમી આધારે શહેર નિલમબાગ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૩૨/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી *વિજય ઉર્ફે દિનેશ ઉર્ફે દિનો S/O બિજલભાઇ દુદાભાઇ પરમાર દેવીપૂજક ( ઉ.વ.૨૪ ) (રહેવાસી ગામ- મોણપુર (ચીતલ) તા.જી. અમરેલી)ને  ભાવનગર સર.ટી.હોસ્પીટલના દરવાજા પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ.  હારીતસિંહ ચૌહાણ તથા નિતીનભાઇ ખટાણા જોડાયા હતા

(7:57 pm IST)