Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોક રક્ષક દળનું પેપર ફૂટતા દ્વારકા જીલ્લામાં ૮૨૫૨ વિદ્યાર્થીઓનું પોલીસ બનવાનું સ્વપ્ન રોળાયુ

ખંભાળિયા, તા. ૩ :. સમગ્ર જીલ્લામાં લોક રક્ષક દળની ભરતીની પરીક્ષામાં ૮૨૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા, ત્યાં પેપર ફૂટવાના સમાચારના પગલે પરીક્ષા રદ્દ થવાનું જણાતા વિદ્યાર્થીઓમાં ભારેલો અગ્નિ જોવા મળ્યો હતો.

રાજ્યમાં ગત રોજ લોક રક્ષક દળની ૯૦૦૦થી વધુની જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી રહી હતી ત્યારે અચાનક પેપર લીક થયાના સમાચારો સત્તાવાર રીતે મળતા લોક રક્ષક દળના અધ્યક્ષ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર રાજ્યમાં પરીક્ષાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે દ્વારકા જિલ્લાનાં ચાર તાલુકામાં કુલ ૮૨૫૨ વિદ્યાર્થીઓ કેટલાક મહિનાઓની મહેનત બાદ પરીક્ષા આપી રહ્યા હતા તે સમયે ૮૦ ટકા જેટલુ બાયોમેટ્રીક કામગીરીપૂર્ણ થયા બાદ પેપર લીક થતા પરીક્ષા રદ કરવાનો હુકમ ઉચ્ચ કક્ષાએથી જિલ્લાના સત્તાવાળાઓને મળતા પરીક્ષા તાત્કાલીક અટકાવવામાં આવી હતી. પરીક્ષા અટકાવવા અને રદ્દ થવાથી ૮૨૫૨ પરીક્ષાર્થીઓના પોલીસ બનવાના સ્વપ્ન ઉપર પાણી ફેરવાઈ જતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

(3:39 pm IST)