Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

જસદણમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન:ઉમેદવારી પત્ર ભરવા રેલીમાં ઉમટી એક કિમી સુધીની જનમેદની

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે કોગ્રેસમાંથી અવસર નાકિયાના નામની જાહેરાત થતાં શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. અવસર નાકીયાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા જેમાં અંદાજે એક કિલોમીટર સુધી લોકો જોવા મળ્યા હતા.

  અવસર નાકિયા અઢી વર્ષ રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. અને હાલ તેઓ પંચાયતના સભ્ય તરીકે કાર્યરત છે. તેમજ બાવળીયા જનતાદળમાં હતા ત્યારથી જ તેઓ કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે. 20 વર્ષથી વધુ એક જ પક્ષ સાથે રહેલા અવસરભાઈ મૂળ વીંછીયા તાલુકાના આસલપુરના રહેવાસી છે અને તેમણે 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ કુંવરજીના શિષ્ય તરીકેની ઓળખ ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં ગુરૂ-ચેલાનો જંગ નિશ્ચિત બન્યો છે.

(1:53 pm IST)