Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

વિછીયાના સનાળીમાં હેતલ રજપૂત અને માતા પર પડોશીઓનો હુમલો

ઘર પાસે રાખેલી સાઠીઓ સળગાવવાની ના પાડતાં કરણ અસ્વાર, ભાવુબેન, મીનાબેન, નરેશ, પ્રવિણભાઇ, બાબુભાઇ તૂટી પડ્યાઃ સામા પક્ષે મીનાબેનને ઇજા

રાજકોટ તા. ૩: વિછીયા તાબેના સનાળી ગામે રહેતી રજપૂત યુવતિ અને તેના માતા પર પડોશી રજપૂત પરિવારે ધારીયા, લાકડી, પાઇપથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. સામા પક્ષે પણ એક મહિલાને ઇજા થઇ છે. ઘર પાસે રાખેલી લાકડાથી સાઠીઓ સળગાવવાની ના પાડતાં આ માથાકુટ થયાનું બહાર આવ્યું છે.

સનાળી રહેતી હેતલ દાનસિંહભાઇ રાઠોડ (ઉ.૨૦) નામની યુવતિ ઘરે હતી ત્યારે પડોશી કરણ ઘેલુભાઇ અસ્વાર, ભાવુબેન પ્રવિણભાઇ અસ્વાર, મીનાબેન કરણ અસ્વાર, નરેશ રાયસંગ અસ્વાર, બાબુ ઉર્ફ પ્રવિણ ઘેલુભાઇ અને બાબુ રાયસંગભાઇ અસ્વાર સહિતનાએ મંડળી રચી ધારીયા, પાઇપ, લાકડીથી હુમલો કરી હેતલને પગઅમાથામાં ઇજાઅ કરતાં અને તેના માતા સુજાબેન દાનસિંહ રાઠોડ (ઉ.૫૦) વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બારામાં વિછીયાના હેડકોન્સ. બી. બી. સિંઘએ હેતલ રાઠોડની ફરિયાદ પરથી આ તમામ સામે ગુનો નોંધ્યો છે.

હેતલના કહેવા મુજબ તે તથા તેના માતા પોતાના જુના ઘર પાસે ગાયોને નિરણ નાંખવા ગયા ત્યારે ત્યાં રાખેલી પોતાની સાઠીઓ કરણ અસ્વાર સહિતનાએ દેતવા નાંખીને સળગાવતાં  તેને ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી હુમલો કરાયો હતો.  સામા પક્ષે મીનાબેન કરણભાઇ અસ્વાર (ઉ.૩૨) પણ પોતાના પર દાનસિંહ, સુજાબેન, નંદાબેન, સોનલબેન, હેતલબેને ધોકા-પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. (૧૪.૬)

(12:03 pm IST)