Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ

ગોંડલ : ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં રઘુવીર ઇન્ડસ્ટ્રીઝનાં મગફળીનાં ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ કરતા ફાયર બ્રિગેડના સ્ટાફે બે ફાયરફાયટર સાથે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગ ગોડાઉનમાં સ્ટોક કરેલી નીચેની થપ્પીમાં લાગી હતી. આ બનાવમાં આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું નુકશાન થયું તે અંગે તપાસ થઇ રહી છે.(તસ્વીરઃ ભાવેશભોજાણી, ગોંડલ)(૧.૧૫)

(12:02 pm IST)