Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ થતા સૌરાષ્ટ્ર-કચ્છમાં આક્રોશ

અનેક જગ્યાએ ચક્કાજામ : વિદ્યાર્થીઓને વળતર ચૂકવવા માંગણી

લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રથમ અને બીજી તસ્વીરમાં પડધરી, ત્રીજી તસ્વીરમાં ધોરાજી, ચોથી તસ્વીરમાં ગોંડલ, પાંચમી તસ્વીરમાં ભાવનગર, છઠ્ઠી અને સાતમી તસ્વીરમાં સાવરકુંડલા, આઠમી તસ્વીરમાં સુરેન્દ્રનગર અને નવમી તસ્વીરમાં ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ તે નજરે પડે છે. (તસ્વીર : મનમોહન બગડાઇ (પડધરી), ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), મેઘના વિપુલ હિરાણી (ભાવનગર) ઇકબાલ ગોરી (સાવરકુંડલા), ફઝલ ચૌહાણ (વઢવાણ)

રાજકોટ, તા. ૩ : લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં સરકાર સામે વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો હતો.

અનેક જગ્યાએ પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જયારે પરીક્ષાર્થીઓને વળતર ચૂકવવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

ધોરાજી

ધોરાજી : ૧પ સેન્ટરમાં પ૦૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા, પરંતુ પરીક્ષા રદ થતા તેઓને મુશ્કેલી પડી હતી.

પડધરી

પડધરી : લોક રક્ષક દળની પરીક્ષામાં કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો નોંધાયેલા હતા. પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી પણ મેળવી લીધી હતી. તેવામાં પેપર લીક થતા તમામ પરીક્ષાર્થીઓને કેન્દ્ર બહાર કઢાયા હતા.

લોક રક્ષક દળની પરીક્ષામાં પડધરી તાલુકામાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ઉમેદવારો આવ્યા હતાં અને મોંઘા ભાડા પણ માથે પડયા છે.

આજે રાજયના વિવિધ કેન્દ્રો પર કોન્સ્ટેબલ બનવાની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ૯ લાખ પરીક્ષાર્થીઓ આવ્યા હતા. પેપર ફૂટયુ૭ છે... પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.. એવા સમાચાર છે. રાજય સરકારની કોઇ જવાબદારી નહી ? કમ સે કમ હવે ફરીથી પરીક્ષા લેવાય તો પ્રત્યેક વિદ્યાર્થીને આવવા જવાનું બસ ભાડુ અને જમવાના ૧૦૦ રૂ. લેખે પરત આપવા જોઇએ.  કારણ કે આ સરકારની નિષ્ફળતા છે કે એ એક પરીક્ષા સરખી લઇ નથી શકતી!

બીજી વાત પરીક્ષાના પેપર ફૂટે છે તો કોણે ફોડયું? કયાં કયાં સરકારી અધિકારીઓ સામેલ છે ? (કારણ કે સૌ પ્રથમ તો એજ  સોર્સ છે) કોણ કોણ સામેલ હતા? કોની અટક કરી ? કોના પર કેસ નોંધવામાં આવ્યો ? કોને સજા પડી ? કાયદાની બીક છે કે કેમ ? એવા સવાલના કોઇ જવાબ હોતા નથી ! હોય શકે નહીં! હોવા જોઇએ?

ભાવનગર

પરીક્ષા પૂર્વે પરીક્ષાનો પેપર લીંક થતાં (પેપર ફુટી જતાં) પરીક્ષા મોકૂફ (રદ કરવાનો) સરકારે નિર્ણય લેવાની ફરજ પડી હતી. આ બનાવને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ વખોડી કાઢી, લોક રક્ષક દળની પરીક્ષા રદ એ સરકારની અણઆવડતનો નમૂનો છે તેમ જણાવી આ બનાવ અંગે આજે સોમવારે સાંજે ૪.૩૦ કલાકે ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તત્વો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે. સમગ્ર પ્રકરણની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે અને જે તે વિભાગનાં જવાબદાર મંત્રીઓએ પણ પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષી, ભાવ. મ્યુનિ. વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહીલ, કોંગ્રેસના પ્રવકતા કાળુભાઇ બેલીમ સહિતના આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ભાવનગર

ભાવનગર : લોકરક્ષકની ભરતીનું પેપર લીંક થતાં પરીક્ષા રદ કરવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરત પોતાના ગામ જવા માટે ભાવનગર એસ. ટી. મથકે થયેલા ભારે ઘસારાને પહોંચી વળવા ભાવનગર એસ. ટી. ડીવીઝન દ્વારા વધારાની ૧૬૮ ટ્રપો કરી અને ઉમેદવારીને પોતાના વતન પહોંચાડયા હતા જો કે અચાનક થયેલા ઘસારાના કારણે થોડીવાર માટે હોબાળો મચ્યો હતો પરંતુ સીટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવતા મામલો થાળે પડયો હતો.

ગોંડલ

ગોંડલમાં પોલીસ રક્ષક દળ ની પરીક્ષા માટે શહેરના ગુંદાળા રોડ પર આવેલ ગંગોત્રી સ્કુલ, સેન્ટ મેરી સ્કૂલ, ઓરો સ્કૂલ, યુ એલ ડી સ્કૂલ તેમજ ઉમવાડા રોડ પર આવેલ ઓકસફોર્ડ સ્કૂલ નો પરીક્ષા કેન્દ્ર માં સમાવેશ કરવામાં આવ્યો હતો, બપોરના શરૂ થનાર પરીક્ષા પહેલા પરીક્ષા રદ કરવાની સૂચના મળતાં સ્કૂલ પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, સાથોસાથ સીટી પીઆઇ કે એચ રામાનુજ દ્વારા પી.એસ.આઇ સંદીપ રાદડિયા, પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફને વિવિધ સ્થળોએ ખડે પગે રાખી પરીક્ષાર્થીઓને પરીક્ષા રદ થઇ હોવાની માહિતી આપી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, થોડીવાર માટે પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા, પરંતુ તંત્રની સમજાવટથી શાંત પડ્યા હતા. ગુંદાળા રોડ પર ચક્કાજામ જેવો કોઈ બનાવ ન બન્યો હોવાનું પી.આઈ રામાનુજે દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મોરબી

સમગ્ર રાજયમાં લેવાનાર લોક રક્ષક દળની પરીક્ષા શરુ થાય તે પૂર્વે જ પેપર ફૂટી જતા પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી જેને પગલે મોરબીમાં કુલ ૫૨ પરીક્ષા કેન્દ્રોમાં ૧૬,૭૧૦ નોંધાયેલા ઉમેદવારો પરીક્ષાખંડમાં પહોંચે તે પૂર્વે જ તેમને પરીક્ષા રદ થઇ હોવાની માહિતી આપીને પરત મોકલી દેવાયા હતા જેથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો વિવિધ શહેરોમાંથી પરીક્ષા આપવા પહોંચેલા હજારો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા તો પરીક્ષા મોકૂફ રાખી હોવાની સુચનાઓ પણ મોડે સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી ના હતી અને આખરે પરીક્ષા રદ કરી હોવાનું જણાવી દેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા

ભાવનગર

લોકરક્ષકની પરીક્ષા મા પેપરફુટીજવાના કરણે પરીક્ષા રદકરવાની કરાયેલી જાહેરાત બાદ રાજયના લાખો બેરોજગાર યુવાનો આજે રસ્તાઉપર ઉતરી આવ્યા હતા યુવાનો ની વેદના ને વાચા આપવા ભાવનગર યુવા કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી મનોહરસિંહઙ્ગ ગોહિલ (લાલભા),ભાવનગર જિલ્લાના યુવા કોંગ્રેસ ના પ્રમુખ રાજકુમાર મોરી,ભાવનગર શહેર પૂર્વ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ જયદેવસિંહ બી ગોહિલ, બી સી મોરી, કિશનભાઈ મેર, વજુભા રાણા, નિલેશ ધાપા, અસ્લમ શેખ, સિકંદર મઘરા, અશરફભાઈ શેખ, જયુભા રાણા, કીશોરભાઈ કંટારીયા, ના આગેવાનો જોડાયા હતા અને ભાવનગર એસટી ડીવીઝન ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણેઙ્ગ બસો ની સુવિધા કરવા રજુઆત કરી હતી તંત્રએ તાત્કાલિક બસોની સગવડતા કરી હતી. વધુમાં આ આગેવાનોએ વીનામુલ્યે મુસાફરોની માગણીનો સ્વીકારતા કોંગ્રેસે લોકસાહી ઢબે વિરોધ કરતા ભાજપ સરકારના ઇશારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

વઢવાણ

સમગ્ર ગુજરાતમાં કાલે ૨/૧૨ ના રોજ લોક રક્ષક દળ દ્વારા ૯૦૦૦ થી વધુ લોકરક્ષક ભરતી માટેની પરિક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વિદ્યાર્થીઓ આ પરિક્ષામા ભાગ લીધો હતો ત્યારે થોડા દિવસ પહેલા કોલ લેટર નીકળ્યા હતા ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને પરિક્ષાનું કેન્દ્ર અમદાવાદ કે રાજકોટ આપવા મા આવ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વિદ્યાર્થીઓ લોકરક્ષક ભરતી માટેની પરિક્ષા આપવા માટે મોટી સંખ્યામાં અમદાવાદ રાજકોટ અને પોતાના વિવિધ કેન્દ્ર પર પહોંચી ગયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા માંથી આસરે ૧૬ હજાર થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા લોકરક્ષક ભરતી ની અરજી કરી પરિક્ષા આપવા માટે વિવિધ કેન્દ્ર પર પહોંચ્યા હતા.

ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જીલ્લા માંથી અમુક વિધાર્થીઓ આગલા દિવસે. જ જેતે પરિક્ષા સ્થળે પહોંચી ગયા હતા.ત્યારે ગઈ કાલે લોકરક્ષક ભરતીનું પેપર લીક થયું હતું. ત્યારે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે લોકરક્ષક ભરતી માટેની પરિક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવતા વિવિધ શહેરોના ૯ લાખ થી વધુ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાઙ્ગ પણ ૧૬ હજારથી વધુ વિધાર્થીઓ વિવિધ પરિક્ષા કેન્દ્ર પર પરિક્ષા રદ કરતા રઝળી પડ્યા હતા.ત્યારે વિદ્યાર્થીઓમા તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

(12:01 pm IST)