Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રાજય સરકાર યુવાધનની શકિતને બહાર લાવવા કાર્યરત છેઃ મંત્રીશ્રી ફળદુ

જામનગરમાં સૌરાષ્ટ્ર પદેશ કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ

જામનગર, તા.૩:  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, જામનગરના  ઉપક્રમે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાના યુવા ઉત્સવ ૨૦૧૮નુ આજરોજ કૃષિ મંત્રશ્રી આર.સી.ફળદુ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શહેરના ટાઉનહોલ શુભારંભ કરવામાં આવેલ છે.

ગ્રામ્ય કક્ષાની પ્રતિભાને રાષ્ટ્રીય કક્ષા સુધી ઉજાગર કરવાનો સ્તુત્ય પ્રયાસ રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે તેમ જણાવવતા કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકનો ઉત્સાહ વધારતા તેમને અભિનંદન પાઠવી તેઓના જુસ્સાને વધાર્યો હતો.

મંત્રીશ્રીએ પોતાના યુવાવસ્થાના સંસ્મરણો વાગોળતા ઉમેર્યું કે, હું પણ રાજય કક્ષા સુધી કબ્બડી તેમજ કુસ્તીમાં ભાગ લઇ ચુકયો છું. રાજયના યુવાધનનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર હંમેશને માટે તત્પર છે

આ પ્રસંગે મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, શાશક પક્ષના નેતા શ્રી દિવ્યેશભાઇ અકબરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારિક, કમિશ્નરશ્રી રણજીતસિંહ બારડ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વાળા, શિક્ષણ વિભાગના શ્રી બિનાબેન દવે તેમજ વિવિધ સ્પર્ધાના ભાગ લેનાર સ્પર્ધકો અને તેમની સાથેના તેમના જુસ્સાને વધારનાર પ્રોત્સાહકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ઢાકા ખાતે ગોલ્ડન જયુબીલીની ઉજવણી નિમીતે પૂર્વ સૈનિકો માટે ઢાકાની મુલાકાત

જામનગર, તા.૩: ડાયરોકટરેટ જનરલ ઓફ ઇન્ફોરમેશન, આર્મી હેડકવાટર્સ, નવી દિલ્હી દ્વારા બાંગ્લાદેશના ઢાકા ખાતે ગોલ્ડન જયુબીલીની ઉજવણી નિમીતે પૂર્વ સૈનિકો માટે ઢાકાની મુલાકાત માટે મંજુરી મેળવવાની થતી હોય, જે પૂર્વ સૈનિકોએ ૧૯૭૧ની ભારત પાકિસ્તાનની લડાઇ દરમ્યાન ફરજ બજાવેલ હોય અને ઉપરોકત ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા હયાત માજી સૈનિકોએ પોતાની સંપુર્ણ વિગતો અને દસ્તાવેજો સાથે તા.૦૮ ડિસેમ્બર સુધીમાં પોતાના નામની નોંધણી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી લાલ બંગલો, જામનગરનો અથવા ટેલીફોન નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક સાધવો જે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.(૨૨.૫)

(11:52 am IST)