Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

વાંકાનેર પાલિકામાં અરજદારોને હેરાનગતિ દૂર કરવા માંગણી

વાંકાનેર તા.૩ : નગરપાલીકાના ચીફ ઓફીસર છેલ્લા ચારેક માસથી વાંકાનેર અને નગરપાલીકાના એમ બે ચાર્જ હોય તે પણ રજા ઉપર ઉતરી જતા હાલમાં ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે.

નાયબ કલેકટરની બદલી અને તેની જગ્યાએ આવેલા ડેપ્યુટી કલેકટર જોવા મળતા નથી. પી.આઇની બદલી મોરબી થતા તેની જગ્યા પણ ખાલી છે. રસ્તાના કામો શરૂ થતા ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ન વધી ગયો છે. સરવાળે વાંકાનેર ડિવીઝન હોવા છતા આ પ્રશ્ન કયારે હલ થશે તેમ પ્રજા પૂછી રહી છે ?

સરકારી હોસ્પિટલમાં એક ડોકટર

હોસ્પિટલ એ ગ્રેડની છતા આઠ ડોકટરોના બદલે માત્ર ૧ ડોકટર થી અત્યારે હોસ્પિટલ ચાલી રહી છે તે બાબતે અનેક રજૂઆતો કરવા છતા હજુ સુધી હોસ્પિટલનો પ્રશ્ન યથાવત જ છે.

(11:51 am IST)