Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ગોંડલના ૫૬૦ કર્મચારીઓ જસદણ ચૂંટણી ફરજ બજાવશે

ગોંડલ તા. ૩ : જસદણ ખાતે ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે ત્યારે સરકારી તંત્રે પણ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે કમર કસી છે. ગોંડલ ખાતેથી પ્રિસાઇડિંગ, પ્રથમ પોલિંગ તેમજ પોલિંગ કર્મચારીઓ મળી કુલ ૫૬૦ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવનાર છે.

ગોંડલ ની એમબી કોલેજ ખાતે પ્રાંત અધિકારી રાયજાદા તેમજ મામલતદાર ચુડાસમા સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૧૬૨ પ્રિસાઇડિંગ, ૨૦૬ પ્રથમ પોલીંગ, તેમજ ૧૯૨ પોલીંગ કર્મચારીઓને ઇવીએમ ઓપરેટ, મોકપોલ, ફોર્મ કેમ ભરવું, મતદાન તેમજ ચૂંટણીને લગતી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હતી. જસદણ ખાતે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ત્યાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે સરકારી તંત્ર દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આજે ગોંડલ ખાતે કર્મચારીઓને ચૂંટણી ટ્રેનીંગ આપવામાં આવી હતી.

(11:42 am IST)