Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જામખંભાળીયાના તત્કાલીન રાજ્ય વેરા નિરીક્ષક સામે લાંચની માંગણીનો ગુન્હો દાખલ કરતી દ્વારકા એસીબી

ધંધા માટે જીએસટી નંબર મેળવવા અરજી બાદ સ્થળ વિઝીટ કરી એપ્રુવલ આપવા માંગી હતી લાંચ

દ્વારકા :જામખંભાળીયાના તત્કાલીન રાજ્ય વેરા નિરીક્ષક સામે લાંચની માંગણીનો  દ્વારકા એસીબીએ ગુન્હો દાખલ કર્યો છે અરજદાર જામખંભાળીયા ખાતે ઇલેકટ્રીક ફિટીંગ તથા રીપેરીંગનું કામ કરતા હોય અને તેઓએ પોતાના ધંધા માટે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરેલ તે અરજી અનુસંધાને સ્થળ વિઝીટ કરી એપ્રુવલ આપવા આરોપીએ અરજદાર પાસે રૂ.૨૦૦૦ ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે ૩.૧૫૦૦ આપવાનું નક્કી કરેલ ત્યારબાદ બીજા દિવસે આરોપીએ પોતાની જી.એસ.ટી,ઓફિસમાં અરજદાર પાસેથી રૂ.૧૦૦૦ની લાંચ લીધેલ. જેની અરજદાર દ્વારા પુરાવા સાથે અરજી કરવામાં આવતા અરજીની પ્રાથમિક તપાસમાં અંતે આ કામના આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, પોતાનો અંગત આર્થીક લાભ મેળવવા ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી, અરજદાર પાસેથી લાંચના રૂ.૧૦૦૦ સ્વીકારી હોવાનું ફલીત થયેલ.

જેથી આરોપી મારખીભાઈ રામભાઈ રાવલીચા, તત્કાલીન રાજ્ય વેરા નિરીક્ષક (એસ.ટી.આઈ.) વર્ગ-૩, જી.એસ.ટી. કચેરી, જામખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા (હાલ-નિવૃત) રહે. જામખંભાળીયા નાઓ વિરૂધ્ધ દેવભુમી દ્વારકા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર,નં. ૦૪/૨૦૨૧ ભ્રષ્ટાચાર અધિનિયમ સને ૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ-૭(એ) તથા ૧૩(૨) મુજબનો લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

કોઈ સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ કરવા એ.સી.બી. કચેરીનો ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેકસ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઇ-મેઇલ: astdir-acb-f2@gujarat.gov.in વ્હોટસએપ નં.૯૦૯૯૯૧૧૦૫૫, ટોલ ફ્રી નં.૧૦૬૪ અથવા રૂબરૂ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદની કચેરીનો વર્તમાન ગાઇડલાઇન મુજબ સંપર્ક કરી અને માહીતી સી.ડી. દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.

(7:17 pm IST)