Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ધોરાજીના જમનાવડ રોડ રોડ રસ્તાના પ્રશ્ને લતાવાસીઓએ કર્યો ચક્કાજામ :મામલતદારની ખાતરી મળતા મામલો શાંત થયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના જમનાવડ રોડ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય ચોમાસાના કારણે વધારે પત્રો ખરાબ થઈ ગયો હોય આ સમયે લતાવાસીઓએ દિવાળીના સમયમાં જ ઉગ્ર વાતાવરણ દર્શાવી અને રસ્તાઓ પર ચક્કાજામ કરતા મામલો થોડીવારમાં જ તંગ બની ગયો હતો અને ધોરાજી પોલીસે તાત્કાલીક અસરથી કાબૂમાં લેવા બાબતે ધોરાજીના મામલતદારને જાણ કરી અને આયોજક આંદોલનકારીઓને ઉઠાવી લીધા હતા બાદ મામલતદારની ખાતરી મળતા મામલો શાંત થયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન કાંતિભાઈ રાખોલીયા  તેમજ કીર્તન ભાઈ રાખોલીયા વિગેરે આ વિસ્તારના આગેવાનો એ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ રોડ રસ્તા પ્રશ્ને ધોરાજીના જમનાવડ રોડ લેવા પટેલ સમાજ પાસે ચક્કાજામ કરતા એક કલાક સુધી તો રાજીનો તમામ વિસ્તારમાં ધોરાજી થી પાટણવાવ જમનાવડ જતા માર્ગને ચક્કાજામ કર્યો હતો આ સમયે લતાવાસીઓએ જણાવ્યું કે ધોરાજીના જમનાવડ રોડ નથી આવતો પીડબલ્યુડી માં નથી આવતો નગરપાલિકામાં કે નથી આવતો ધારાસભ્ય ની હદમાં નથી આવતા તો આ રોડ કોની હદ માં  છે....?
ધોરાજીના અનેક વિસ્તારોમાં બિસ્માર હાલતમાં ખાડાઓ છે આવા સમયમાં દિવાળીના તહેવારો પર રોડ રસ્તા ના સમારકામ નહીં થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે
જ્યાં સુધી ધોરાજીના જમનાવડ રોડ તાત્કાલિક રીપેરીંગ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારના લોકોએ કહ્યું કે અમે આંદોલન ચાલુ રાખીશું

હાલમાં ઘટનાસ્થળે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા તેમજ પોલીસ ઈન્સપેક્ટર હુંકુમતસિંહ જાડેજા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરથી સમાધાન થાય એ આ પ્રકારે મહિલાઓ સાથે ચર્ચાઓ કરી હતી અને ધોરાજીના મામલતદાર કિશોર જોલાપર જણાવેલ કે આ કોઈ તાત્કાલિક થઈ શકે એવું કામ નથી પરંતુ રીપેરીંગ થશે એ બાબતે હું માર્ગ અને મકાન વિભાગ ને તાત્કાલિક જાણ કરી અને જળ જમના ને આપે તે પ્રકારે ખાતરી આપતાં મામલો શાંત થયો હતો અને એક કલાકમાં આંદોલન શાંતિપૂર્ણ રીતે સમાધાન થઇ લોકો વીખરાઈ ગયા હતા

(6:54 pm IST)