Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છમાં: સૈનિકો સાથે દિવાળી ઉજવશે

સેનાના જવાનોને મીઠાઇ આપી દીપાવલીની શુભકામના પાઠવશેઃ વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહેશે

ભુજ તા. ૩ :.. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે કચ્છના ધોરડો ખાતે સરહદ પર સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે આજે સાંજે તેઓ જવાનોને મીઠાઇઓ આપી દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન, ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી તથા કચ્છ જીલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી પણ આ તકે ખાસ ઉપસ્થિત રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે કચ્છની મુલાકાતે છે તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર દેશની રક્ષા કરતા આર્મી બીએસએફ. એરફોર્સ એસ.આર.પી.કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને અનસીસી સાથે તિરંગા થીમ પર આયોજીત સાંસ્કૃતિ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે તેમજ જવાનોને દિપાવલીના પર્વ નિમિતે મીઠાઇ આપીને શુભેચ્છાઓ પાઠવશે સાંજે ૪ કલાકથી શરૂ થનાર આ કાર્યક્રમના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, માર્ગ અને મકાન વિભાગ મંત્રી પુર્ણેશભાઇ મોદી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તેમજ વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી વગેરે ઉપસ્થિત રહેશે.

(2:49 pm IST)