Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગૌવંશ કતલખાને જતા ઝડપાયા બાદ ફરાર આરોપીને ઝડપવા જામનગરમાં વિહિપ-બજરંગદળ દ્વારા આવેદનપત્ર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩ : વિશ્વ હિન્દુ બજરંગ દળ દ્વારા ગૌરક્ષા અનુસંધાને જોડિયા અને ધ્રોલ ના માર્ગો પર ગૌવંશ ની કતલખાને લઈ જવાની દ્યટના સામે આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં ૧૩ ગૌવંશ ને કતલખાને લઈ જતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સ્થાનિક ગૌ રક્ષા ટિમ દ્વારા સોયલ ટોલનાકે પોલીસ સાથે કતલખાને લઈ જવાતા ૧૩ ગૌવંશ મળી આવ્યા હતા. આ દરમ્યાન કેટલાક આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત આ ગુન્હામાં હજી પણ એક આરોપી જયસુખભાઈ પરમાર મહિનાઓ વીતી ગયા છતાં પણ મળી આવ્યો નથી. જેથી તાત્કાલિક આ આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો હોય અને જેને ઝડપી પાડી ગૌવંશ ને કતલખાને મોકલવામાં શુ રોલ હતો. આ તમામ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા માટે દિવાળીના તહેવારો દરમ્યાન જ કલેકટર કચેરીએ અને પોલીસ અધિકક્ષક કચેરીએ આવેદન આપીને તાત્કાલિક કડક પગલાં લેવા માટે રજુઆત કરાઈ છે. આ વેળાએ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળના સંયોજક રવિરાજસિંહ જાડેજા , જામનગર શહેર મંત્રી સુબ્રમણ્યમ પિલ્લે, બજરંગ દળ જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા, શહેર સંયોજક વિમલભાઈ જોશી, વિહિપ ગૌરક્ષા સંયોજક ધર્મેન્દ્રસિંહ વાળા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, દિલીપસિંહ ચૌહાણ, અજયસિંહ જાદવ, ધ્રોલના પુનાભાઈ વરુ, જે.જે.જાડેજા આ ઉપરાંત જોડિયા બજરંગ દળ સહ સંયોજક બિપિનભાઈ વકાતર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના અગ્રણી કાર્યકરોએ આવેદન પત્ર પાઠવી ગૌવંશ ની કતલ માટે કતલખાના સુધી પહોંચે તે પહેલાં ગૌવંશ બચાવાયા છે. ત્યારે આ ગૌવંશને કતલખાને મોકલવામાં જે સામેલ છે.અને ફરાર છે તેને ઝડપી તેમજ તમામ આરોપીઓને આકરામાં આકરી સજા કરવા રજુઆત કરી છે.

(1:16 pm IST)