Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પોરબંદરઃ ડ્રગ્સ કન્સાઇમેન્ટ પકડાયા બાદ લાંબા સમયે ઢીલી પડતી તપાસ પાછળ રાજકીય દબાણ?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૩: ડ્રગ્સ કન્સાઇમેન્ટ ઝડપાયાના મોટાભાગના કેસમાં લાંબે ગાળે ઢીલી પડતી તપાસ પાછળ રાજકીય દબાણ તથા આ કારણે તપાસ તેના મુળ કારણ સુધી પહોંચી નહીં શકતું હોવા તરફ ઇશારો કાંઠા ઉપર દેશ હિત માટે નજર રાખતા ડેન્જર અને ચાર્લીએ તેના સર્વે ઉપરથી કરેલ છે.

તાજેતરમાં ટેલકમ પાવડરની આડમાં ગુન્હા બંદરે રૂ.ર૧ હજાર કરોડનું હેરોઇન જથ્થા સાથે કન્ટેઇનર ઝડપાયું તેની તપાસ ચાલી રહેલ છે. પરંતુ આ તપાસ તેના મૂળ સુધી હજુ પહોંચી શકી નથી આ બાબતે ડેન્જર-ચાર્લીએ ઇશારો કરેલ કે પોર્ટના ખાનગીકરણ બાદ દેશદ્રોહી પ્રવૃતિમાં વધારો થયો છે ચર્ચા મુજબ કે નબળી કડીને લીધે ડ્રગ્સ કન્ટેઇનર સહિત અન્ય ૮ કન્સાઇમેન્ટ નીકળી જાય છે. આ હજુ એક રહસ્ય છે.એકાદ દાયકાથી સોના ચાંદીમાં નફાનો ગાળો ઘટતો જતો હોય દેશદ્રોહી તત્વો ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી તરફ વળ્યા છે ડ્રગ્સમાં માર્જીન મોટો છે. જયાંથી માલ સપ્લાઇ થાય છે. તે ઇરાન ઇરાક અને અફઘાનીસ્તાનામાં ડ્રગ્સની કિંમત ઓછી છે જયારે ભારત દેશમાં ગેરકાયદે ડ્રગ્સ ઘુસાડીને તેની આંતરરાષ્ટ્ર્રીય ઉંચી કિંમત આંકીને વેચાણ થતું હોવાની ચર્ચા છે.

પોરબંદર દરિયામાં એકાદ વર્ષ પહેલા ૪ર કરોડનો માદક પદાર્થ સાથે ૭ ખલાસીઓ ઝડપાયા હતા આ બોટના માલિક અને ડીલીવરીમેનને ઓખા અને પોરબંદરના દરિયા વચ્ચે ખલાસીઓએ મારી નાખ્યા હતા અને ચારેક દિવસ દરિયામાં માદક જથ્થાનું શું કરવું તે બાબતે ઘુમતા રહ્યા અને સુરક્ષા એજન્સીએ તેઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. એક ચર્ચા મુજબ   અમુક સમયે રાજકીય દબાણ વધતા આંખ આડા કાન કરવા  મજબૂર થવું પડે છે.

 પોરબંદર કાંઠે ૧૯પ૬ થી ૧૯૮પ સુધી સોના ચાંદંીની દાણચોરી થતી હતી. દોષિતો પકડાયા બાદ સજા કેટલાને થઇ? તેે પ્રશ્ન આજની તારીખે અણઉકેલ રહ્યો છે. આરડીએકસ જેવા ગંભીર કેસમાં મોટાભાગના આરોપી નિર્દોષ છુટી ગયા છે. અન્ય આરોપીઓને લાંબાગાળે જામીન મળી ગયેલ છે અને દોષનો ટોપલો સુરક્ષા એજન્સી ઉપર મુકાય છે. દેશની સુરક્ષા જેવી ગંભીર બાબતે વિરોધ પક્ષ અત્યાર સુધી મૌન રહયા છે. તેનું આશ્ચર્ય છે.

(12:45 pm IST)