Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દ્વારકા જિલ્લામાં માસ્‍ક ન પહેરનારા ૨૭ હજારથી વધુ લોકો પાસેથી ૨.૧૦ કરોડથી વધુ રકમનો દંડ વસૂલાયો : ઓક્‍ટોબરમાં જ ૯૬ હજારનો દંડ વસૂલાયો

દેવભૂમિ દ્વારકા તા. ૩ : મુખ્‍ય જિલ્લા પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવ્‍યા પ્રમાણે નોવેલ કોરોના વાયરસ કોવિડ - ૧૯ ના સંક્રમણને અટકાવવા માટે કેન્‍દ્ર સરકારની સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ રાખવા, વાહન/મુસાફરી સમયે તથા આવશ્‍યક પુછપરછના સમયે અને અન્‍ય વ્‍યક્‍તિ સાથે વાતચીત કરવા સમયે ચહેરા પર માસ્‍ક/કપડું પહેરવાના નિયમનું ચૂસ્‍તપણે અમલ થાય તેની તકેદારી રાખવા માટેની સૂચનાઓ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ - ૧૯ના સંક્રમણને વધતું અટકાવવા માટે જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગ્રામ્‍ય વિસ્‍તારમાં સરકારની સૂચના અન્‍વયે માસ્‍ક પહેરવાના નિયમનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવાયું હતું.
 જે અન્‍વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માસ્‍ક પહેરવાના નિયમના ઉલ્લંઘન બદલ ઓક્‍ટોબર - ૨૦૨૧ માસ દરમ્‍યાન ૯૬ લોકો પાસેથી માસ્‍ક ન પહેરવાના ગુનાના દંડ પેટે રૂપિયા ૯૬,૦૦૦ જયારે અત્‍યાર સુધીમાં જિલ્લામાં કૂલ ૨૭,૧૭૦ લોકો પાસેથી રૂપિયા ૨,૧૦,૩૫,૮૦૦ જેટલી રકમ દંડ પેટે વસૂલવામાં આવી છે તેમ વધુમાં જણાવાયું છે.

 

(11:46 am IST)