Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને ૧૫ કિલો ચાંદી-હીરાજડિત વાઘાનો શ્રૃંગાર

કાળી ચૌદશ નિમિતે દર્શન માટે ભાવિકો ઉમટ્યા : મારૂતિ યજ્ઞ, પૂજન, અન્નકૂટ સહિતના કાર્યક્રમો

વાંકાનેર,તા.૩ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજરોજ કાળી ચૌદસના રોજ દાદાના નિજ મંદિરમાં અનોખા 'શણગાર દર્શન' રાખેલ છે તેમજ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી ની અસટીકા નો ભવ્ય અભિષેક સંતો દ્વારા કરવામાં આવેલ તેમજ સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ શણગાર આરતી સવારે સાત કલાકે પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ અન્નકોટ આરતી સવારે ૧૧:૩૦ કલાકે કરવામાં આવેલ સવારે આઠ વાગ્યાથી મારૂતિ યઘનો પ્રારંભ થયેલ હતો જે યજ્ઞ ની પુર્ણાહુતી બપોરે બાર કલાકે થનાર છે તેમજ સાંજના ચાર વાગ્યાં સુધી અન્નકોટ દર્શન તથા સાંજે સંધ્યા આરતી ૬:૩૦ વાગ્યે થધે ધનતેરસ ના રોજ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીએ સતસંગ સભાંમાં કહેલ કે સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી સૌને મારા વંદન સાથે નવા વર્ષનો જયારે પ્રારંભ થઈ રહયો છે ત્યારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, તથા સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજ આપ સહુને નૂતનવર્ષના મંગલમય સુખ , શાંતિ, સમૂદ્ઘિ, સંપ આવુ તમામને ભગવાન પોત પોતાના ઘરે પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરૃં છું, જૂનું વર્ષ ગમે તેવું ગયેલ હોય પરંતુ નૂતનવર્ષ સહુને ગમે એવું જાય એવી 'દાદા' આપ સહુ કૃપા કરે, મારી સહુને વિનંતી છે નવા વર્ષ ના પ્રારભ ભગવાનને યાદ કરીને અને માતા , પિતા ને વંદન કરીને શ્રી હનુમાનજી મહારાજ નો શ્રી હનુમાન ચાલીસા નો પાઠ કરી શકે દાદા છે.

આજે દાદાના દરબારમાં વીશાળ સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી સાળંગપુરધામ દાદાના દર્શનાથે પધારેલા હતા અને સવારે મંગળા આરતી માં મંદિર પરિસર માં ભાવિકો આરતી માં ઉભા હતા 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય' ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું હજારો ભાવિકોએ આજે દાદા ના દર્શન નો મહા આરતી માં લાભ લીધેલ હતો જે યાદી કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા સ્વામી શ્રી ડી.કે.સ્વામી તથા ભકતજન હિતેશ રાચ્છ ની યાદીમાં જણાવાયું છે.

આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજદાદાને નવ નિર્મિત '૧૫ કિલો ચાંદી અને એક લાખ અને આઠ હજાર ડાયમંડ જદિત પંદર કિલોના 'કલાત્મક વાંઘા' આજે પ્રથમ વખત પહેરવવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષથી આ વાંધાનું કામ અમદાવાદ અને કલકતા માં ચાલતું હતું. આજે દાદાના વાંઘાના દિવ્ય દર્શન સાથે દાદાના દર્શન કરતા ભાવિકો ભાવ વિભોર બન્યા છે.

સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્ત્।ે આજે એટલે કે, કાળી ચૌદશના દિવસે કષ્ટભંજન દેવને ચાંદીના ૧ લાખ ૮ હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવનાર આ વાઘાનું વજન ૧૫ કિલો છે. સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં ૭૦૦૦ અને કુંડળમાં ૩૦૦૦ હીરા લગાવવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી  સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

આ વાઘા અમદાવાદના હરિકૃષ્ણ જવેલર્સના પ્રદીપભાઈ સોનીએ ડિઝાઈન કરીને બનાવ્યા છે. વાઘામાં જયપુરી રોડિયમ લગાડવાને કારણે આ વાઘા આજીવન એટલા જ ચમકતાં રહેશે.

આ વાઘાની કુલ કિંમત રૂપિયા ૩૧ લાખ જેટલી છે. આ વાઘા બનાવવા માટે ૮ મુખ્ય ડીઝાઈનર અને કારીગરોએ લગભગ ૧૮૦૦ કલાક કામ કર્યું છે. ખરેખર આ વાઘામાં પ્રાચીન અને અર્વાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન જોવા મળે છે.

(11:36 am IST)