Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ઉમિયાધાસ સિદસરના સંગઠન પ્રમુખની સેવાઓનો લાભ હવે સરદારધામને પણઃ સરધારધામ સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે કૌશીકભાઇ રાબડીયાની નિમૂણંક

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.૩ : સેવા પરમો ધર્મ સૂત્રને જીવનમંત્ર તરીકે સ્વીકારી હરહંમેશ સર્વનમ સુખાય, સર્વજન હિતાય સેવા કાર્યો માટે તત્પર એવા ઉમિયાધામ-સિદસરના સંગઠન પ્રમુખ કૌશીકભાઇ રાબડીયાની સરદારધામ-અમદાવાદના સૌરાષ્ટ્રઝોનના કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

સરળ સ્વભાવ અને અસરદાર વકતા તરીકે વિખ્યાત કૌશીકભાઇ રાબડીયાની સરદારધામ-અમદાવાદના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે પસંદગી થતા જન સમાજમાં યોગ્વ્ય પદ પર, યોગ્ય વ્યકિત ની નિમણુંક થયેલ છે, તેવો પ્રતિભાવ વ્યકત થઇ રહ્યો છે.

સરદાર પટેલ જયંતીના શુભ અવસરે મારી અસંદગીને હું મારૂ સૌભાગ્ય સમજુ છુ, જેવી રીતે સરદાર સાહેબે સેવક બની એક ગુજરાતી તરીકે પોતાના પરીશ્રમ, ખંતન, નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્યસિદ્ધ કરી બતાવેલ, તે રસ્તે ચાલીને મને સોંપવામાં આવેલ જવાબદારીનું વહન કરવા પ્રયત્ન કરીશ.

પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા, સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ પરેશભાઇ ગજેરા અને ટીમ સરદારધામ દ્વારા થયેલ મારી પસંદગીનો નિર્ણય યોગ્ય સાબિત કરવા દ્રઢ નિષ્ચય સાથે આભારની લાગણી વ્યકત કરુ છું.

સરદારધામ ટીમના મહેન્દ્રભાઇ ફળદુ, પ્રકાશભાઇ વરમોરા, જયોતિબેન ટીલવા, મંથનભાઇ ડઢાણીયાએ શુભેચ્છાઓ પાઠવેલ.

ઉમિયાધામ સિદસર પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિતનભાઇ સાપરીયા અને ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનોએ શુભકામનાઓ પાઠવી પોતાનો રાજીપો વ્યકત કરેલ.

સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકેની જવાબદારી સ્વીકારતા કૌશીકભાઇ રાબડીયાએ કહેલ કે, સરદારધામ દ્વારા જે વિઝન સાથે કામ થઇ રહેલ છે તે અત્યંત સરાહનીય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જીપીબીઓ દ્વારા કરવામાં આવતુ પાયાનું કામ આવનાર સમયમાં ભવ્ય પરીણામો લાવશે. તેજસ્વીની દ્વારા થતું મહીલાશકિત જાગરણ એક નવી દિશાઓ ખોલી આપશે.

ટુંકમાં સરદારધામ-અમદાવાદ ટીમના સભ્ય તરીકે જોડાતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું, સંસ્થાના ઉદેશો અને હેતુઓની પુર્તિ માટે તન-મન-ધનથી સમર્પિત ભાવ સેવા પરીમાં આહુતી આપવાનો નમ્ર પ્રયાસ કરતો રહીશ તેવી ખાત્રી આપુ છંુ.

(11:35 am IST)