Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જામનગર : દિવાળીના તહેવાર નિમિતે હાપા માર્કેટીંગ યાર્ડ 8 તારીખ સુધી બંધ રહેશે

છેલ્લા થોડા દિવસોથી ઘઉં, કપાસ, મગફળી સહિતની 17 જેટલી જણસોની મબલખ આવક

જામગનરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે તા.2 થી તા.8 સુધી દીવાળીનું મીની વેકેશન જાહેર થતાં યાર્ડનો ધમધમાટ ઠંડો પડ્યો છે. યાર્ડમાં મગફળીની મબલખ આવક થયા બાદ ગત તા.30 થી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. તે સિવાય આજે કપાસની 13 હજાર મણથી વધુ આવક થવા પામી હતી. યાર્ડમાં આ સીઝનના ક્પાસની પણ ટનબંધ આવક થવા પામી છે.જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા થોડા દિવસોથી ઘઉં, કપાસ, મગફળી સહિતની 17 જેટલી જણસોની મબલખ આવક થવા પામી છે.

(12:54 pm IST)