Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ૮.૭૫ વીઘા જમીનની ખરીદીનો ઠરાવ સર્વાનુમતે મંજૂર

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૩: ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા યાર્ડના વિકાસ અર્થે યાર્ડની બાજુમાં જ ૮.૭૫ વીઘા જમીન ખરીદવાનો ઠરાવ મંગળવારે મળેલી યાર્ડનાં ડિરેક્‍ટરની સામાન્‍ય સભામાં સર્વાનુમતે મંજૂર થતા ખેડૂતોના આનંદની લાગણી ફેલાઈ છે.
જસદણ માર્કેટિંગ યાર્ડના મિટિંગ હોલ ખાતે યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તાગડીયાના અધ્‍યક્ષ સ્‍થાને ડિરેક્‍ટરોની બેઠક મળી હતી. આ સામાન્‍ય સભામાં જસદણ માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ એટલે કેᅠ યાર્ડᅠ ભરતીભેણી સમાન અત્‍યારᅠ પાર્કિંગની પાછળની ગોરધનભાઈ વેકરીયા પરિવારની ૮.૭૫ વીઘા જમીન એક વીઘા ના ૪૧ લાખ પચાસ હજારના ભાવે ખરીદી કરવાનો ઠરાવᅠ પારદર્શક રીતે કામગીરી કરીને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્‍યો હતો.ᅠ આ ઠરાવ બાદ પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ બજાર સમિતિઓના ગાંધીનગર સ્‍થિત નિયામક તરફથી મંજૂરી આવ્‍યા બાદ આગામી દિવસોમાં દસ્‍તાવેજની કાર્યવાહી કર્યા બાદ આ ૮.૭૫ વીઘા જમીન વર્તમાન યાર્ડ સાથે ભેળવવામાં આવશે. યાર્ડમાં સિઝન દરમિયાન મોટી સંખ્‍યામાં ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા આવતા હોય સિઝનમાં ખૂબ જ ટ્રાફિક થતો હતો અને ખેડૂતો વેપારીઓ સહિતનાં ને મોટી મુશ્‍કેલીઓ પડતી હતી આ જમીનᅠ વર્તમાન ૩૦ વિઘાના યાર્ડ સાથે ભળ્‍યા બાદ ખેડૂતોને પડતી મુશ્‍કેલીઓ દૂર થશે. યાર્ડના વર્તમાન ચેરમેન અરવિંદભાઇ તાગડીયાના છેલ્લા સાડા ચાર વર્ષના શ્રેષ્ઠ સંચાલનને કારણે યાર્ડ પાસે પુરતું ભંડોળ પણ એકત્ર થયું હોય જેને લીધે આ ૮.૭૫ વીઘા જમીન ખરીદી માટે પણ પૂરતી રકમ યાર્ડ પાસે ઉપલબ્‍ધ છે તેમજ આ જમીન ખરીદી કર્યા બાદ ત્‍યાં વિકાસ કરવા માટે પણ પૂરતું ભંડોળ છે. છેલ્લા ત્રણ-ચાર માસથી આ અંગેની વહીવટી પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા સહિતની કામગીરી યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયા દ્વારા કરવામાં આવતી હતી. આ બેઠકમાં યાર્ડના ઉપપ્રમુખ પ્રાગજીભાઈ કુકડિયા, ડિરેક્‍ટરો બાવલીભાઈ ધાધલ, અરજણભાઈ રામાણી ગેલાભાઈ ગલીયા, પ્રેમજીભાઈ રાજપરા, અશોકભાઈ ચાંવ સહિતના તમામ ડિરેક્‍ટરો હાજર રહ્યા હતા. યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયા એ કામગીરી સંભાળી હતી.

 

(11:06 am IST)