Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં તાલુકા ભાજપની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના તાલુકા મંડલના નવનિયુકત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

સાવરકુંડલાઃ તાલુકા ભાજપની નવનિયુકત ટીમ, સાવરકુંડલા શહેર યુવા ભાજપ, અનું. જાતી તેમજ વિવિધ મોરચાની નવનિયુકત ટીમની સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખાસ રીતે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ચેતનભાઇ શિયાળ ખાસ ઉપસ્થિત રહેશે તો જિલ્લાના હોદેદારશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા તેમજ શહેર ભાજપ સંગઠન તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદેદારોશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તમામ સેલ મોરચાના હોદેદારોશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો જેમાં ચેતનભાઇ માળાની જીવનભાઇ વેકરીયા અને નીતિનભાઇ નગદિયાનું સન્માન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સાવરકુંડલા શહેર ભાજપ અગ્રણી પ્રવીણભાઇ સાવજ રાજુભાઇ દોશી સહિતના શહેર તાલુકા ભરના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીરઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

સાવરકુંડલા તા. ૩: માર્કેટયાર્ડમાં કુંડલા તાલુકા મંડલના નવનિયુકત હોદેદારોનો સત્કાર સમારંભ યોજાયો. જેમાં સૌ પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશીકભાઇ વેકરીયા અને માન. સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી.

તાલુકા મંડલના નવનિયુકત પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, મહામંત્રી ચેતનભાઇ માલાણી તથા નીતીનભાઇ નગદીયાનું ઉપસ્થિત સૌ મહાનુભાવો, ભાજપના પદાધિકારીશ્રીઓ, હોદેદારશ્રીઓ અને કાર્યકરશ્રીઓ દ્વારા શાલ ઓઢાડી, ફુલહાર અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. જેમાં એ.પી.એમ.સી. સાવરકુંડલાના ચેરમેન દિપકભાઇ માલાણી, વા. ચેરમેન મનજીભાઇ તળાવીયા, જિ.પં. બાંધકામ સમિતિના ચેરમન પુનાભાઇ ગજેરા, જિ.પં. સદસ્યો શરદભાઇ ગૌદાની, લાલભાઇ મોર, રાહુલભાઇ રાદડીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી શરદભાઇ પંડયા, સુરેશભાઇ પાનસુરીયા, યોગેશભાઇ બારૈયા, સંજયભાઇ રામાણી, મનોજભાઇ મહીડા, રામભાઇ સાનેપરા, રેખાબેન માવદીયા, સંજયભાઇ રામાણી, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, જિલ્લા ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ચેતનભાઇ શીયાળ, અનુ. જાતી મોર્ચા પ્રમુખ કેશુભાઇ વાઘેલા, માલધારી સેલ કન્વીનર મયુરભાઇ રબારી, તાલુકા પંચાયત સાવરકુંડલા પ્રમુખશ્રી લલીતભાઇ બાધા, તેમજ સદસ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઇ સાવજ, મહામંત્રી વિજયભાઇ વાઘેલા, રાજુભાઇ નાગ્રેચા, નગર પાલીકા પ્રમુખ રાજુભાઇ દોશી તથા સદસ્યશ્રીઓ, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ડાભીભાઇ, મહામંત્રી જિગ્નેશભાઇ સાવજ, ગૌતમભાઇ વીંછીયા, શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ જોષી, પુર્વ તાલુકા પ્રમુખશ્રી જયસુખભાઇ સાવલીયા, નીલેશભાઇ કચ્છી તેમજ તાલુકાના તમામ ગામોના આગેવાનો, કાર્યકરો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.

પુજયશ્રી ભકિતરામબાપુ તથા કરશનગીરી બાપુએ આશિર્વચન પાઠવ્યા હતા. તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચીત પ્રવચન આપી નવનિયુકત હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી નવનિયુકત મંડલ પ્રમુખ જીવનભાઇ વેકરીયાએ તમામનો આભાર વ્યકત કર્યો હતો. સંચાલન પરાગભાઇ ત્રિવેદીએ કર્યું હતું.

(10:53 am IST)