Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પોરબંદરઃ સોશ્યલ મીડીયામાં ખોટો મેસેજ કરીને બદનામ કરવા અંગે એક કરોડના વળતરનો દાવો

માનહાની કરવા અંગેની અદાલતમાં ફરીયાદ કરાઇ

પોરબંદર તા. ૩ :.. સોશીયલ મીડીયામાં વાયરલ કરેલ ખોટા મેસેજ સબંધે ખારવા અગ્રણી દ્વારા જવાબદારો સામે એક કરોડનું વળતર મળવા દાવો કરી માનહાનીની ફરીયાદ દાખલ કરેલ છે.

બનાવની ટુંકમાં હકિકત એવી છે કે, ખારવા જ્ઞાતિના અગ્રણી સુનિલભાઇ દેવશીભાઇ ગોહેલ ભાજપ પક્ષના પોરબંદર જીલ્લા ઉપપ્રમુખ, પોરબંદર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ, અગાઉ ગુજરાત ખારવા સમાજના વાણોટ (પ્રમુખ), જી. એસ. સી. સી.એ.ના ચાલુ ડાયરેકટર તથા સૌરાષ્ટ્રના ડ્રાયફીસ એસોસીએશનના પ્રમુખ તથા એક સક્રિય સમાજ સેવક તરીકે સેવા આપી રહેલા હોય અને તેને કારણે પોરબંદર જીલ્લામાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાત રાજયમાં તેમની સારી એવી નામના અને પ્રતિષ્ઠા-આબરૃં રહેલી હોય, પરંતુ ૧. પરેશ ભીમજીભાઇ મોતીવરસ, ર. કેતન દેવજીભાઇ જુંગી તથા ૩. લાલજી ધનજીભાઇ ગોસીયા દ્વારા કોઇ અગમ્ય કારણોસર કે સુનિલભાઇના કોઇ રાજકીય હરીફોની ચડામણી કે દોરવણીથી સુનિલભાઇની રાજકિય-સામાજીક આબરૂ-પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાના મલિન ઇરાદાથી ગત તા. ર૯-૭-ર૦ર૧ ના રોજ અમો સુનિલભાઇના નામે સોશીયલ મીડીયા (વોટસએપ) ગ્રુપ ૧. શ્રી યુવા, ર. ખારવા ચીંતન સમિતિ-૧, ૩. ખારવા કીંગ નામના વોટસએપ સોશીયલ મીડીયા ગ્રુપમાં સુનિલભાઇના નામનો ખોટો મેસેજ નં. ૧ નાએ તૈયાર કરી પોસ્ટ કરેલો.

આ મેસેજમાં જણાવવામાં આવેલ કે સુનિલભાઇ ભરેલ કબજાવાળી જમીન લઇ સમાજમાં આપેલ, વણકરવાસમાં ૧ કરોડ પાંચ લાખમાં જમીન ખરીદી ખારવા સમાજના પૈસાની મોટા પ્રમાણમાં ઉચાપત કરી છે તે જમીનની કિંમત ૪૦ લાખ જ થાય છે તે એક કરોડ પાંચ લાખમાં ખરીદી છે... અને નં. ર-૩ નાએ અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરેલો હોય જે મેસેજ ખોટો હોવાનું નં. ૧ થી ૩ ના જાણતાં હોવા છતાં જાણીબુઝીને સુનિલભાઇની બદનામી, રાજકિય-સામાજિક પ્રતિષ્ઠા-આબરૂને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ખોટો મેસેજ વાયરલ કરેલો હોય સુનિલભાઇ દ્વારા તેમના વકીલ મારફતે નં. ૧ થી ૩ ને કાનુની નોટીસ તા. ર૯-૭-ર૦ર૧ ના રોજ કરવામાં આવેલ અને નં. ૧ થી ૩ ને ગ્રુપમાં સુનિલભાઇ માફી માંગવા અને મેસેજ ખોટી છે તેવી જાહેરાત ગ્રુપમાં કરવા જણાવવામાં આવેલ તેમ છતાં નં. ૧ થી તરફથી નોટીસ મુજબની અમલવારી ન કરતાં સુનિલભાઇ દ્વારા ઉપરના નં. ૧ થી ૩ સામે નં. ૧ થી ૩ નાઓ એક કરોડનું વળતર ચુકવવા સંયુકત તેમજ વિભકત રીતે જવાબદાર તથા બંધાયેલા છે અને વળતરની રકમ નં. ૧ થી ૩ ની સ્થાવર જંગમ મિલ્કતમાં વસુલ અપાવવા પોરબંદરની કોર્ટ સમક્ષ દાવો દાખલ કરવામાં આવેલ તથા આઇ. પી. સી. ની કલમ-પ૦૦, પ૦૦ખ તથા ૧૧૪ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ઉપરોકત દાવાના કામે સુનિલભાઇ તરફે ધારાશાસ્ત્રી શ્રી જગદીશ માધવ મોતીવરસ, હેતલબેન ડી. સલેટ તથા જય ડી. સલેટ રોકાયેલા છે.

(10:42 am IST)