Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વાંકાનેરમાં પૂ. રણછોડદાસજીના પ્રાગટ્‍ય દિને અન્‍નકુટ શ્રીરામધૂન તથા મહાપ્રસાદઃ તડામાર તૈયારીઓ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૩ :. પવિત્ર પાવન ભૂમિ ઉપર સદ્‌ગુરૂ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજ પ્રેરીત પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુના સ્‍મૃતિ મંદિર સદ્‌ગુરૂ આનંદ આશ્રમ ખાતે તા. ૮ સોમવારે સદ્‌ગુરૂ સ્‍વામી શ્રી પ.પૂ. રણછોડદાજીબાપુનો પ્રાગટય દિન સાથે અન્‍નકુટ દર્શન, શ્રીરામધૂન, મહાપ્રસાદ સહિતના પાવન પ્રસંગો સાથે ઉજવાશે.
સવારે ૬.૦૦ વાગ્‍યે પૂ. ગુરૂદેવનું ષોડશોપચાર પૂજન બાદ મંગળા આરતી, સાંજે ૪ થી ૮ અન્‍નકુટ દર્શન, સંધ્‍યા આરતી ૫ થી ૭ વાંકાનેરનું પ્રસિદ્ધ શ્રી શ્‍યામ ધૂન મંડળના કલાકારો રામધૂન સહિત ગીતો રજૂ કરશે. સંધ્‍યા આરતી બાદ મહાપ્રસાદનો પ્રારંભ થશે. સદ્‌ગુરૂ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજની અધ્‍યક્ષતા અને આશિર્વાદ સાથે પૂ. રણછોડદાસજી બાપુનો પ્રાગટ્‍ય દિન સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ઉજવાશે. મહાપ્રસાદના યજમાન આફ્રિકાવાળા ભૂપતભાઈ જોબનપુત્રા પરિવાર ઉપસ્‍થિત રહેશે.
પૂ. ગુરૂદેવ શ્રી હરીચરણદાસજી મહારાજની અધ્‍યક્ષતામાં ઉજવાતા આ પ્રસંગમાં વાંકાનેર ઉપરાંત રાજકોટ, ગોંડલ, મોરબી સહિતના શહેરોમાં સદ્‌ગુરૂ શિષ્‍ય પરિવાર પધારશે અને દર્શન-મહાપ્રસાદનો લાભ લેશે. સર્વે સદ્‌ગુરૂ શિષ્‍ય પરિવારને પધારવા સદ્‌ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્‍ટીઓએ નિમંત્રણ એક યાદીમાં પાઠવ્‍યુ છે.


 

(10:18 am IST)