Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે પ્રફુલ્લભાઇ જોષીની વરણી

 જુનાગઢ : તાજેતરમાં જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ છેલભાઇ જોષી તેમજ હસુભાઇ જોષી અને જુનાગઢ જિલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી કે. ડી. પંડયાની ઉપસ્‍થિતિમાં બેઠક મળેલ જેમાં વર્ષ ર૦ર૧ થી ર૦ર૩ ના વર્ષ માટે જુનાગઢ શહેર સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સર્કિટ હાઉસના મેનેજર પ્રફુલ્લભાઇ જોષીની પુન વરણી કરવામાં આવી છે. જેને સમાજના આગેવાનો દ્વારા આવકારવામાં આવી છે. ઉપરોકત તસ્‍વીરમાં પ્રફુલ્લભાઇ જોષીની વરણી થતા અભિનંદન આપતા શ્રી કે. ડી. પંડયા છેલભાઇ જોષી, હસુભાઇ જોષી તથા સમસ્‍ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ રૂપલબેન લખલાણી, કૈલાશબેન વેગડા, શૈલેષભાઇ પંડયા, શાષાી નરેન્‍દ્રપ્રસાદ, રવિભાઇ ઠાકર, જીજ્ઞેશ મહેતા વગેરે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(10:17 am IST)