Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

મોરબીનાલીલાપર રોડ પર નાલાની દીવાલ ગાયબ, સતત અકસ્માતનો ભય : અવારનવાર જાનવરો ખુલ્લા નાલામાં ખાબકે છે

        મોરબી નગરપાલિકાનું નીમ્ભર તંત્ર નાગરિકોની પીડાને સમજતું નથી અને નાગરિકોની સુખાકારી માટે કોઈ પગલા લેવામાં આવતા નથી એટલું જ નહિ પરંતુ અનેક સમસ્યાઓ અંગે નાગરિકો રજૂઆત કરીને થાકી જાય છતાં પણ કાર્યવાહી કરવામાં આળસ દાખવે છે આવી જ સ્થિતિ મોરબીના લીલાપર રોડ પરના ખુલ્લા નાલાની છે જ્યાં દીવાલો જ નથી અને અકસ્માતનો ભય સતત સતાવે છે

        મોરબીના લીલાપર રોડ પરના સ્મશાન નજીક આવેલ નાલાની દીવાલોનું વર્ષોથી અસ્તિત્વ જ નથી જેથી અહીંથી દરરોજ પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય ઝળુંબે છે વળી આ નાલા પર દીવાલ ના હોવાથી અવારનવાર ગાયો સહિતના જાનવરો નાલામાં ખાબકે છે ગત શુક્રવારે જ દીવાલ ના હોવાથી અહીંથી પસાર થતી ગાય નાલામાં ખાબકી હતી જેને સેવાભાવી લોકોએ બહાર કાઢી બચાવી હતી જોકે આવા અકસ્માતો અવારનવાર સર્જાય છે અને ક્યારેક કોઈ માણસો, કે પછી બાળકો નાલામાં ખાબકે તો મોટી દુર્ઘટના સર્જાઈ સકે છે

        લીલાપર રોડ પરના ખુલ્લા નાલા અંગે આગાઉ મોરબી શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ જુન માસમાં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જોકે ચાર માસ વીત્યા બાદ હજુ તંત્રને દીવાલ બનાવવાનું કોઈ મુર્હત આવ્યું નથી કે એ દિશામાં કોઈ સકારાત્મક પગલા ભરવામાં આવ્યા નથી જેથી નાગરિકો કે પશુઓની જિંદગીની તંત્ર માટે કોઈ કીમત નથી અને કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે  

(12:44 pm IST)