Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સુરેન્દ્રનગરના મોરબી પુલ પાસે દારૂ ઝડપાયો : આર.આર. સેલની કાર્યવાહી

રાજકોટ-વઢવાણ, તા. ૩ : રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી. વાળાને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને હકીકત મળલ કે સુરેન્દ્રનગર જીલ્લાના સીટી એ-ડીવી. પો.સ્ટે.ના મોરબી પુલ નજીક આવેલ મીયાણા વાડમાં નઝીર ઉર્ફે વલ્લો હુશેનભાઇ જામ વાળો પોતાના બનેવીના તેમજ પોતાના કબ્જા-ભોગવટાના મકાનમાં ગે.કા. ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઉતારી રાખેલ છે જેથી તુરત જ સ્ટાફના દીપસિંહ ચીત્રા, સવજીભાઇ દાફડા, રવીભાઇ ભરવાડ , રાજદીપસિંહ ઝાલાનાઓને હકીકત વાળી જગ્યાએ મોકલી મકાન ચેક કરાવતા સદર મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ર કિ.રૂ. ર૮,૧૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ. ૧૪,૪૦૦/- મળી કુલ રૂ.૪ર,પ૦૦/નો મુદામાલ મળી આવતા તેમજ આરોપી નઝીર ઉર્ફે વલ્લો હુશેનભાઇ જામ રે. મોરબી પુલ પાસે મીયાણા વાડમાં સુરેન્દ્રનગર વાળો હાજર ન મળી આવતા તેના વિરૂદ્ધ સુરેન્દ્રનગર સીટી એ-ડીવી. પો. સ્ટે. ફરીયાદ કરી છે. (૮.૧૧)

(3:55 pm IST)