Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મોરબીમાં પેટા ચુંટણીની મત ગણતરીમાં બેદરકારી બદલ પોલીસકર્મી સસ્પેન્ડ

મોરબી, તા.૩:  નગરપાલિકાની એક બેઠકની પેટા ચુંટણી તાજેતરમાં સંપન્ન થઇ છે જે ચુંટણીની મત ગણતરી સમયે સ્ટ્રોંગરૂમની ચાવી લઈને ગુમ થયેલા બેજવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જયારે અન્ય ત્રણના પગાર અને ઇજાફા કાપી લેવા આદેશ ફરમાવ્યો છે

મોરબી નગરપાલિકાની પેટા ચુંટણીના મત ગણતરી વેળાએ ઈવીએમના સ્ટ્રોંગરૂમની ચાવીની જવાબદારી સોપવામાં આવી હતી તે જવાબદાર પોલીસકર્મી પ્રવીણ ચંદ્રાલા સ્થળ પર હાજર ના હતો અને મત ગણતરી માટેનો સમય થયો હોવા છતાં તે ઉપસ્થિત ના હોય તેમજ તેને ફોન કરતા પણ સંપર્ક થઇ શકયો ના હતો જેથી ચુંટણીની ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચુંટણી અધિકારીએ જીલ્લા એસપીને રીપોર્ટ કર્યો હતો અને જે રીપોર્ટને પગલે જીલ્લા એસપી દ્વારા પોલીસકર્મી પ્રવીણ ચંદ્રાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ અન્ય ત્રણ પોલીસકર્મીઓના પગાર કાપી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.(૨૩.૧૧)

(3:55 pm IST)