Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કોટડાસાંગાણી તાલુકામાં એલઆઈસીના સૌ પ્રથમ એમડીઆરટી એજન્ટ પરવેઝભાઈ બસીરભાઈ બાંગાઃ અમેરિકા જશે

કોટડાસાંગાણી, તા. ૩ :. સેવાભાવી કાર્યકર અને પત્રકાર બસીરભાઈ બાંગાના પુત્ર પરવેઝભાઈ બસીરભાઈ બાંગાએ ચાલુ વર્ષ ગોંડલ એલઆઈસી બ્રાંચમાં ખૂબ જ ટૂંકાગાળામાં એમડીઆરટી એજન્ટ તરીકે કવોલીફાઈડ થયેલ છે.

તેઓ ટૂંક સમયમાં એમડીઆરટી મીટીંગ માટે અમેરિકા જવા રવાના થશે અને તેમજ ગોંડલ બ્રાંચમાં પોલીસી બેઝ ઉપર પ્રથમ નંબરે રહેલ છે. તેમજ કોટડાસાંગાણી તાલુકાના પત્રકાર એસોસીએશનના મંત્રી તરીકે નિમણૂક થયેલ. પરવેઝભાઈ બાંગાની આ સિદ્ધિ બદલ ગોંડલ એલઆઈસીના બ્રાંચ મેનેજર રાજુભાઈ પરમાર તેમજ ડેવલોપમેન્ટ ઓફિસર વી.પી. ઝાલા તથા એબીએમ સેલ ધીરેનભાઈ વ્યાસ તેમજ શ્રી મીઠાણી તેમજ શ્રી ત્રિવેદી, ભાવેશભાઈ ચાવડા તથા શ્રી પરમારે પરવેઝભાઈ બાંગાની આ સિદ્ધિને બીરદાવેલ હતી. અંતમાં પરવેઝભાઈ બાંગાએ એલઆઈસીના સ્ટાફ મિત્રો તેમજ ગ્રાહકોનો આભાર માનેલ છે.(૨-૩)

 

(1:02 pm IST)