Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડ ઈસ્યુ કરવાનો પ્રારંભ

સુરેન્દ્રનગર, તા.૩: ભારત સરકાર દ્વારા ગરીબ પ્રજાજનોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અતિ મહત્વકાંક્ષી યોજના 'આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ સેવાઓ આપની ખાનગી તથા સરકારી દવાખાનાઓનો લાભ મળી રહે તે માટે CSC-C-GOVERNENANCE LTD. તથા જિલ્લા હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગરના સહયોગથી જિલ્લામાં ત્રણ સ્થળોએ ભ્ખ્પ્થ્ખ્ળ્ કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં સુરેન્દ્રનગર ખાતે ભરતસિંહ ડોડીયા, દિવ્યરાજ મોબાઈલ, પોલીસ સ્ટેશન સામે, ટાવર પાસે, થાનગઢ ખાતે નીરવ જાની, સંજીવની કોમ્પલેક્ષ, પહેલો માળ, ચોટીલા રોડ ખાતે અને ખારાધોડા ખાતે અસલામ દિવાન, જીન ઓનલાઈન સર્વિસ, મંગલમુર્તિ કોમ્પલેક્ષ પાટડી ચાર રસ્તા, ખારાધોડા રોડ ખાતેથી ભ્પ્થ્ખ્ળ્ કાર્ડ કઢાવી શકાશે.

ગ્રીન હાઉસ અને નેટ હાઉસ યોજનાનો લાભ લેવા અરજી કરવી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા બાગાયતદારોને જણાવાયું છે કે, બાગાયત ખાતાની રક્ષિત ખેતી અંતર્ગત સહાય યોજનામાં ગ્રીન હાઉસ અને નેટ હાઉસ યોજનાઓનો લાભ લેવા માટે તા.૧/૧૧/૨૦૧૮ થી તા.૭/૧૧/૨૦૧૮ સુધી ikhedut  પોર્ટલ ખોલવામાં આવ્યું છે. જે ખેડૂત મિત્રોએ વર્ષ-૨૦૧૮-૧૯ માટે ઓન લાઈન અરજી કરવાની હોય તેમણે જણાવેલ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી ikhedut.gujarat.gov.in  પર કરી શકાય છે. વધુમાં આપ ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર, સાઈબર કાફે પરથી કરી શકશો. ઓનલાઈન અરજી થયા બાદ અરજીની નકલ, જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોકનં.-સી-૨૦૮, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગરને પહોંચાડવા નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગરની  યાદીમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર હોમગાર્ડમાં રસ ધરાવતા નાગરિકો અરજી કરે

 સુરેન્દ્રનગરઃ-માનદ્દ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ સુરેન્દ્રનગરની ખાલી જગ્યા ભરવાની થતી હોઈ, આ અંગે રસ ધરાવતા નાગરિકોને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી, સુરેન્દ્રનગરનાં સરનામે દિન-૧૫માં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પુરાવા સાથે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી હોમગાર્ડઝની વેબસાઈટ homeguards.gujarat.gov.in  ઉપર ઉપલબ્ધ હોવાનું જિલ્લા કમાન્ડન્ટની અખબારી યાદીમાં જણાવાયું છે.

(12:05 pm IST)