Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કાથરોટામાં મહિપતભાઇ કુકકડીયાએ વધુ પડતો દારૂ પી લેતાં તબિયત બગડી

નશાની હાલતમાં ઝેર પી લીધાનું રટણ કરતાં પરિવારજનો ધંધે લાગ્યાઃ હોસ્પિટલમાં ભાનમાં આવતાં સાચી વિગતો ખુલી

રાજકોટ તા. ૩: સરધારના કાથરોટા ગામે રહેતાં મહિપતભાઇ અરજણભાઇ કુકડીયા (ઉ.૪૫) નામના કોળી આધેડને રાત્રે ઉલ્ટીઓ થવા માંડતા પરિવારજનોએ પુછતાં પોતે ઝેર પી ગયાનું જણાવતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ તબિબી તપાસ બાદ મહિપતભાઇએ પોતે બે-ત્રણ કોથળી દેશી દારૂ પી લીધાનું કહેતાં અને નશો ચડી જતાં ઉલ્ટીઓ થયાનું કહેતાં સારવાર કરવામાં આવી હતી. દારૂ પીધા બાદ ભાન ભુલી ઝેર પી લીધાનું કહેતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી.

મહિપતભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(12:04 pm IST)