Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કોટડા સાંગાણીના રાજપરામાં પિન્ટૂ અને નવઘણ ભરવાડ પર પટેલ શખ્સોનો હુમલો

રમેશ વિરડીયા, અશોક વિરડીયા સહિતના ધોકા, પાઇપ, પાવડાથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૩: કોટડા સાંગાણીના રાજપરા ગામે રહેતાં મામા-ફઇના ભાઇઓ બે ભરવાડ યુવાન પિન્ટૂ કરસનભાઇ ઝાપડા (ઉ.૨૦) અને નવઘણ વાલાભાઇ માટીયા (ઉ.૨૨) પર ગામના જ પટેલ શખ્સો રમેશ વિરડીયા, અશોક વિરડીયા અને પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા-પાઇપ-પાવડા-ખપારીથી હુમલો કરી ઇજાઓ કરતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પિન્ટૂ અને નવઘણ પશુપાલન અને દૂધનો ધંધો કરે છે. પિન્ટૂના પિતા કરસનભાઇના કહેવા મુજબ તેના સાળાના દિકરા વાસુર સાથે પટેલ શખ્સો ઝઘડો કરતાં હોઇ પિન્ટૂ અને નવઘણ રાજકોટથી દૂધ ભરીને આવતાં હતાં ત્યારે રસ્તામાં ઝઘડો થતો જોતાં પટેલોને સમજાવવા ગયા હતાં. આ બાબતે ખાર રાખી પટેલ શખ્સોએ પિન્ટૂ અને નવઘણ ઉપર હીચકારો હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.

(12:03 pm IST)