Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સંવાદિતા સાધો-આખી પૃથ્વી એક પરિવારઃ પૂ.મોરારીબાપુ

વતન-તલગાજરડામાં કાલે ''માનસ ત્રિભુવન'' શ્રી રામકથાનો વિરામઃ આફ્રિકા-જોર્ડનથી મુસ્લિમ પરિવારોએ કથાનું રસપાન કર્યું

ઇશ્વરીયા-ભાવનગર તા.૩: શ્રી મોરારીબાપુ દ્વારા શાસ્ત્ર કથાની વાર્તા અઘરી રીતે નહિ પણ રામચરિત માનસને વ્યાવહારિક રૂપ વ્યાસપીઠથી વર્ણવી રહયા છે. મોૈલિક રૂપકો યોજીને એકદમ સરળ કથા વર્ણન કરતાં રહયાં છે. ત્યારે આજે તમેના વતન તલગાજરડામાં 'માનસ ત્રિભુવન' રામકથામાં શિવ-પાર્વતી સંવાદ અને વિવિધ પ્રસંગોના વર્ણન સાથે કહયું કે, કામની વાત માત્ર થાય, ભલભલા બચી શકયા નથી. વિવિધ દેવોની વંદના ધૂન સાથે કામદેવ માટે જયકાર વાત માંથી આમ જણાવ્યું હતું.

આજે તલગાજરડામાં ચાલતી 'માનસ ત્રિભુવન' એ મારા માટે જે હોય તે પણ વૈશ્વિક રીતે મહાદેવ શંકર છે. તેમ શ્રી મોરારીબાપુએ જણાવ્યું. તેમણે તલગારજડાના દરેક ઘરને પાંચ સંકલ્પો લેવરાવ્યાં. ૧. હનુમાન ચાલીસા પાઠ કરવા, ર. કાકભુષંડી રામાયણ પાઠ કરવા, ૩. રૂદ્રાષ્ટક કરવા, ૪. રાજકારણ ન રમવું અને પ. ઉત્કર્ષ કામમાં આડા ન પડવું. શ્રી મોરારીબાપુએ આ વ્રત મહુવાને લેવા પણ જણાવ્યું અને તાજેતરની ઘટનાઓ પછી સંવાદિતા સાધવા અનુરોધ કર્યોં. તેમણે પોતાનું કોઇ જુથ નથી તેમ કહેતા ગળગળા સ્વરે જણાવ્યું કે આખી પૃથ્વી પરિવાર છે.

રામકથામાં શિવ-પાર્વતી સંવાદ દરમિયાન રામ પ્રાગટય પછી વશિષ્ટ ઋષિ દ્વારા અયોધ્યામાં ચાર પુત્રો રામ, ભરત, શત્રુધ્ન તથા લક્ષ્મણ નામકરણ અને વિશ્વામિત્ર દ્વારા બે રાજકુમારોને યજ્ઞની રક્ષા માટેના તુલસીદાસએ લખેલા પ્રકરણોનું વર્ણન કરવામાં આવ્યું.

આજે આફ્રિકાથી આવેલ મુસ્લિમ ધર્મગુરૂ શ્રી મોૈલાના સૈયદ રિયાગત હુસૈન રિઝવીએશ્રી મોરારીબાપુનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે શ્રી મોૈલાના અબાબ અલી જોડાયાહતા. આ ઉપરાંત જોર્ડનથી મુસ્લિમ પરિવારો પણ જોડાયેલ.

'માનસ ત્રિભુવન'માં અગાઉથી રામકથાની માફક જ કથાના પહેલા દિવસથી જ રાષ્ટ્રગીત સાથે મંડપના અગ્રસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવાયેલો છે.

રામકથામાં આજે જયદેવભાઇ માંકડ સંપાદિત રામકથા વિચાર આધારિત 'કલ્પવૃક્ષ' પ્રકાશનનું વિમોચન શ્રી મોરારીબાપુએ કર્યું હતું.

અહિં લંડનના ગાયક શ્રી હર્ષદ પનબાતિયા, શ્રી રોહિત પનબાતિયા, તથા તબલાવાદક શ્રી તિલક જગતિયા તથા ઉમેશ ભૂડિયા દ્વારા શ્રી પવન પોપટના પ્રેરણા સ્ત્રોતથી સંપૂર્ણ રામચરિત માનસ પાઠનું ધ્વનિ મુદ્રીત સંગ્રહ મોરારીબાપુએ ખૂલ્લો મૂકયો હતો.

પ્રારંભિક સંચાલનમાં જિતુભાઇ કાથડે કહયું કે, તલગાજરડા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપી રહેલ છે. અહિં સંચાલનમાં શ્રી દીપકભાઇ રાજયગુરૂ રહયા છે.

કથા દરમિયાન શ્રી મોરારીબાપુએ તેમના સાથી શિક્ષકને વ્યાસપીઠ પર બોલાવી અભિવાદન કર્ર્યું.

દરરોજની માફક કથામાં ધાર્મિક,સામાજિક અગ્રણીઓમાં શ્રી કણીરામબાપુ, શ્રી કંકુમાં, શ્રી લલિત કિશોરદાસજી, શ્રી જાનકીદાસજી,  શ્રી કુલદીપ શર્મા, શ્રી અમરિષભાઇ ડેર, શ્રી કનુભાઇ કળસરિયા, વગેરે સાથે મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓએ લાભ લીધો હતો.

(12:02 pm IST)