Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઉના પાસે ૧૩ લાખની આંગડીયા લૂંટમાં ૩ અજાણ્યા શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ

ઉના, તા. ૩ : ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ટીમ્બી ગામ પહેલા અંગડીયા પેઢીના સંચાલકને ૩ અજાણ્યા મોટર સાયકલ ચાલકોએ આંતરીક ધક્કો મારી થેલાની લૂંટ કરી નાસી ગયા. થેલામાં ૧૦ લાખ રોકડા તથા ૩ લાખના હિરા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

ઉના પોલીસ ઘટના સ્થળે તમામ રોડ ઉપર નાકાબંધી કરી લૂંટારૂઓને પકડવા શોધખોળ શરૂ કરી છે.

બપોરના સમયે ઉના શહેરમાં કોમ્પલેક્ષમાં આવેલ પી. શૈલેષ નામની આંગડીયા પેઢીના સંચાલક વિઠલભાઇ બાબાભાઇ પટેલ રે. સિદ્ધપુર પાટણ હાલ ઉના રહેતા પોતાના કબ્જાવાળુ મોટર સાયકલ જીજે-૦૩- ૧૩ર૭ ઉપર ઉનાથી ટીમ્બી ગામે જતા હતાં ત્યારે ગાંગડા ગામ આગળ ચામુંડા હોટલ આગળ પહોંચેલ હતાં ત્યારે ૩ અજાણ્યા શખ્સ ત્રિપલ સવારીમાં મોટર સાયકલ ડીલકસ ઉપર પાછળથી આવી વિઠલભાઇને ચાલુ મોટર સાયકલે ધક્કો મારી પછાડી દઇ કાળા કલરનો ખંભે રાખેલ થેલોની લૂંટ કરી નાસી ગયા હતાં.

આ અંગે ઉના પોલીસમાં જાણ થતા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર બી.એમ. ખાંભલા, પીએસઆઇ શ્રી ચુડાસમા તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ભોગ બનનારની માહિતી મેળવી રહ્યા છે.

જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ થેલામાં અંદાજીત ૧૦ લાખ રૂપિયા રોકડા તથા ૩ લાખથી વધુ કિંમતના હિરાના પડીકા હોવાનું જાણવા મળેલ છે.

હાલ તો તમામ પોલીસ મથકે જાણ કરી નાકાબંધી કરી આરોપીઓને પકડવા ગતિમાન કર્યા છે. દિવાળીના તહેવાર નજીક હોય મોટી રકમની લૂંટ થયાનો બનાવ બનતા વેપારીઓમાં ભયની લાગણી અનુભવી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ આ પી. શૈલેષ એન્ડ કાું.ની ઓફીસ બસ સ્ટેશન પાછળ ગની માર્કેટમાં આર્શિવાદ કોમ્પ્લેકસમાં આવેલ છે.

(11:51 am IST)