Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ધોરાજીમં પીસ પોસ્ટર સ્પર્ધા

ધોરાજીઃ લાયન્સ કલબ દ્વારા ક્રિસ્ટલ એકેડેમી ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પીસ પોસ્ટરની હરીફાઇ યોજાઇ હતી. અને બેસ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને લાયન્સ કલબના હોદેદારો દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરેલ હતા. આ તકે લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા, પ્રફુલભાઇ હિરપરા, દિવ્યેશભાઇ વેકરીયા, તેમજ ક્રિસ્ટલ એકેડેમીના સંચાલક વિ.વી. વઘાસીયા સહિતનાઓ હાજર રહેલ અને બાળકોમાં રહેલ કૌશલ્ય અંગે માર્ગદર્શન આપેલ હતું. રજુ થયેલ પીસ પોસ્ટર સાથે સ્પર્ધકોની તસ્વીરમાં નજરે પડે છે.(૧.૧)

(11:46 am IST)