Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભેંસાણના ચુડા ગામે સોનીની દુકાનના નકુચા તોડી રૂ. ૧.૪૮ લાખની મત્તાની ચોરી

જૂનાગઢ તા. ૩ :.. ભેંસાણનાં ચુડા ગામે સોનીની દુકાનનાં નકુચા તોડી તસ્કરો રૂ. ૧.૪૮ લાખની મતા ચોરીને નાસી જતાં ખળભળાટ મચી ગયો છે.

ભેંસાણ તાલુકાના ચુડા ગામે સોના-ચાંદીનાં દાગીનાની દુકાનમાં તા. ૧ ની રાત્રીના તસ્કરો દરવાજાનાં નકુચા તોડીને ખાબકયા હતાં.બાદમાં દુકાનમાંથી સોના-ચાંદીના વગેરે મળી કુલ રૂ. ૧.૪૮ લાખના મુદામાલનો  હાથફેરો કરીને પલાયન થઇ ગયા હતાં.

આ અંગે ગઇકાલે સોની હરેશભાઇ બાબુભાઇ અણા-પરજીયા સોનીએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૧૮)

(11:40 am IST)