Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

જામજોધપુર લીમડા ચોકમાં જુગાર રમતા ર શખ્સો રોકડ સાથે ઝડપાયા

જામજોધપુર-જામનગર તા ૩ : જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલનાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી આર.એ. ડોડીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

એલ.સી.બી. ના મિતેશભાઇ પટેલ તથા નિર્મળસિંહ બી. જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે જામજોધપુર ટાઉનમાં લીમડાચોક રોડ, જોરાવર પીરની દરગાહ પાસે આરોપી (૧) પરેશકુમાર ઉર્ફે ચક્કી કરશનભાઇ બામણીયા, રહે. રબારી પાડો, લીમડા ચોક, જામજોધપુર (ર) વિજય ગોરાભાઇ સોલંકી રે. આંબેડકર ચોક જામજોધપુર, જી. જામનગર વાળાઓ વર્લી મટકાના આંકડાઓ  ફોન  ઉપર તેમજ રૂબરૂમાં ગ્રાહકો પાસે પૈસા લઇ હારજીતનો જુગાર રમી રમાડી વર્લી મટકાના જુગારના સાહીત્ય તથા રોકડ રકમ રૂા ૧૫૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કી. રૂ.૪૦૦/- મળી કુલ રૂા ૧૬૧૮૦/- ના મુદામાલ કબજે કરી આરોપીઓને પકડી પાડી તેમના વિરૂધ્ધ પો.હેડ કોન્સ. ફીરોજભાઇ જી. દલ એ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ.

આ કાર્ર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયા ની  સુચનાથી પો.સ.ઇ. શ્રી વી.વી. વાગડીયા, શ્રી કે.કે. ગોહીલ, શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક,હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફરોજભાઇ દલ, રઘુવીરસિંહ પરમાર, ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા,બળવંતસિંહ પરમાર, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,હીરેનભાઇ વરણવા, એ.બી.જાડેજા, તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. (૩.૩)

(11:39 am IST)