Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઓખા આંગનવાડીમાં બાળકો માટે યોજાયો રમત ગમત ઉત્સવ

 ઓખાઃ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી ઓખા ગાંધી નગર વિસ્તારમાં ચાલતા આંગણવાડી ગુણવતા સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઓખા વિસ્તારની આઇ.સી.ડી.એસ. વિભાગની આંગણવાડી નંબર ૭૪માં એકથી પાંચ વર્ષના બાળકો માટે વાર્ષિક રમત ગમત દિવસનું આયોજન કરવામં આવેલ જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સહદેવસિંહ પબુભા માણેક તથા વેપારી અગ્રણીઓ મનસુખભાઇ બારાઇ રહયા હતા. આ કાર્યક્રમમાં બાળકોએ રમત ગમતની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ પોતાની અંદર રહેલી શકિતઓને ઉજાગર કરી હતી. આ કાર્યક્રમમાં ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા, અગ્રણીય શ્રી જગદીશભાઇ શાસ્ત્રી યુવરાજસિંહ વાઢેર, નિવૃત ટીચર દેવીલાબેન દવે, મુસ્લિમ મહિલા અગ્રણીય ખતુબેન, બંશી સ્કૂલના આચાર્ય શ્રી લતાબેન અગ્રાવત, વગેરે તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી નાના ભુલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિસ્તારના લોકો પણ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડીના કાર્યકર બહેનો તેમજ સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તસવીરમાં રમત ગમતમાં વ્યસ્ત ભુલકાઓ નજરે પડે છે.(તસ્વીરઃ ભરત બારાઇ)(૧.૨)

(10:53 am IST)